- અનિયમિત જીવનશૈલી હ્રદય રોગું સૌથી મોટું કારણ
- હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ હાર્ટ એટેકનું કારણ બની શકે છે
- વધારે સ્ટ્રેસ અને વધુ વજનના કારણે હાર્ટ એટેકનું જોખમ રહે છે
- ફળો, શાકભાજી ભરપુર ખાઓ, નિયમિત કસરત જરૂરી
રાયપુર: હાર્ટ એટેકના કેસો હાલના દિવસોમાં ઘણા જ વધી ગયા છે. આનું સૌથી મોટું કારણ અનિયમિત જીવન શૈલી છે. આજે માણસ ભાગદોડવાળી જિંદગીમાં એટલો બધો વ્યસ્ત થઈ ગયો છે કે ના ઉઠવાનો સમય છે, ના ઊંઘવાનો અને ના ભોજનનો. આ જ કારણ છે કે માણસનું શરીર ધીરેધીરે બીમારીઓનું ઘર બનતું જઈ રહ્યું છે. આજે અમે તમને જણાવીશું કે હાર્ટ એટેક એટલે કે હ્રદયરોગ શું છે અને કેવી રીતે આજની આ ભાગદોડથી ભરેલી જિંદગીમાં પણ આપણા આ કિંમતી હાર્ટ અથવા હ્રદયને સંભાળીને રાખી શકાય છે.
હાઈ બીપીથી બ્રેઇન સ્ટ્રોકનો ખતરો વધે છે
નિષ્ણાત ડૉક્ટરોએ જણાવ્યું છે કે કેવી રીતે આજે લોકો હ્રદયની બીમારીની ઝપેટમાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ ભવિષ્યમાં હાર્ટએટેક ઉપરાંત કિડનીથી લઇને આંખો અને સાંધાઓની સમસ્યાનું કારણ બની શકે છે. હાઈ બીપીથી બ્રેઇન સ્ટ્રોકનો ખતરો પણ વધી જાય છે, કેમકે લાંબા સમય સુધી વધતા ભારના કારણે ધમનીઓ સંકડાવા લાગે છે. આનાથી હ્રદય રોગને બ્લડ પંપ કરવામાં મુશ્કેલી થાય છે.
સ્ત્રીઓમાં પણ હાર્ટ એટેકનું પ્રમાણ વધારે
તો હ્રદયની બીમારીને લઇને અનેક મિથક છે, જેમકે હ્રદય રોગની સમસ્યા પુરુષોમાં વધારે જોવા મળે છે, પરંતુ રિસર્ચમાં એ વાતનો ખુલાસો થયો છે કે પુરુષોથી વધારે સ્ત્રીઓનું મોત હાર્ટ એટેકથી થાય છે.
ડૉક્ટરોએ જણાવ્યું કયા કયા કારણોના લીધે હ્રદય રોગ વધે છે
1. વધારે વજન: શરીરમાં નિયત માત્રાથી વધારે ફેટના કારણે વજન વધી જાય છે. આનાથી કૉલસ્ટ્રોલ પણ વધે છે, જે કિડની સંબંધિત બીમારીઓનું એક મોટું કારણ બને છે. શરીરમાં ટ્રાન્સ ફેટ વધવાના કારણે હાર્ટએટેકનો ખતરો પણ વધી જાય છે.
2. હાઈ બીપી: લાંબા સમયથી હાઈ બીપી ધમનીઓને બ્લોક કરી દે છે. આના કારણે અનેક બીમારીઓનો ખતરો વધી જાય છે. ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ શુગરનું સતત વધવું-ઘટવું હ્રદય માટે યોગ્ય નથી. આના કારણે કાર્યક્ષમતા પ્રભાવિત થાય છે.
3. વધતો સ્ટ્રેસ: તણાવનો સંબંધ હ્રદયથી હોય છે. જેટલું સ્ટ્રેસથી દૂર રહેશો એટલા સ્વસ્થ રહેશો. જેટલો વધારે તણાવ લેશો તેના કારણે અનાઇલ હાર્મોન રિલીઝ થશે, જેના કારણે હાર્ટ એટેકનો ખતરો વધે છે. સાથે જ બ્લડ પ્રેશર પણ વધવા લાગે છે.
4. જન્મ સંબંધિત: કૉલસ્ટ્રોલ વધવું જેનિટિક હોઈ શકે છે. જો માતા-પિતામાંથી કોઈને પણ 55 વર્ષ પહેલા હાર્ટ એટેક થયો હોય તો બાળકોમાં આની શક્યતા અનેક ઘણી વધી જાય છે. બાળકોમાં જીન્સ અને ખાવા-પીવાંની આદતો એકસરખી હોય છે. આ કારણે દર મહિને બાળકોની ડૉક્ટર પાસે તપાસ કરાવવી જોઇએ.