- 5 રાજ્યોમાં સૌથી વધુ 78.94 ટકા મતદાન આસામમાં નોંધાયું
- સૌથી ઓછું 53.60 ટકા મતદાન તમિલનાડુમાં નોંધાયું
- પરિણામો જાહેર થયા બાદ હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત આવશે
ન્યૂઝ ડેસ્ક: કોરોના કાળ બાદ દેશમાં સૌપ્રથમ વખત મોટા પાયે ચૂંટણી યોજવામાં આવી છે. આજે એટલે કે 6 એપ્રિલના રોજ પુડ્ડુચેરી, કેરળ અને તમિલનાડુમાં એકમાત્ર તબક્કાનું મતદાન, આસામ અને પશ્ચિમ બંગાળમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. વિવિધ જગ્યાઓ પર મતદાન દરમિયાન EVM બગડવાથી લઈને મારામારી અને છેડતી સુધીના બનાવો પણ બન્યા હતા. તમામ 5 રાજ્યોમાં સાંજે 5 વાગ્યા સુધીમાં મતદાનની પરિસ્થિતિ અંગેનો અહેવાલ અત્રે પ્રસ્તુત છે.
આસામમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 78.94 ટકા મતદાન
આસામમાં આજે એટલે કે 6 એપ્રિલના રોજ વિધાનસભાની ચૂંટણીના ત્રીજા અને છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. રાજ્યના 11 જિલ્લાઓમાં યોજાનારા આ મતદાન માટે 40 મતક્ષેત્રના 11,401 મતદાન મથકો પર 39,07,963 મહિલાઓ અને 139 ટ્રાન્સજેન્ડર સહિત કુલ 79,19,641 મતદારો નોંધાયા હતા. વહેલી સવારથી શરૂ થયેલા મતદાનમાં બપોર સુધી માહોલ ફિક્કો હતો. જોકે, બપોર બાદ લોકો વોટિંગ માટે બહાર આવતા સાંજે 5 વાગ્યા સુધીમાં 78.94 ટકા મતદાન નોંધાયું હતું. આસામમાં ત્રીજા અને અંતિમ તબક્કાના મતદાનમાં 31 રાષ્ટ્રીય અને રાજ્યના રાજકીય પક્ષોના 337 ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ થયા છે.
આ પણ વાંચો:આસામ વિધાનસભા ચૂંટણી 2021 : પ્રથમ તબક્કામાં 72.14 ટકા મતદાન
કેરળમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 70.03 ટકા મતદાન
કેરળમાં આજે એટલે કે 6 એપ્રિલના રોજ 140 સીટો પર ચૂંટણી યોજાઈ હતી. વિધાનસભામાં જીતવા માટે 71 સીટોની જરૂર છે. મતદાન માટે નોંધાયેલા 2.67 કરોડ મતદાતાઓમાંથી સાંજે 5 વાગ્યા સુધીમાં 70.03 ટકા મતદારો મત આપવા પહોંચ્યા હતા. મતદાન માટે સમગ્ર રાજ્યમાં 40 હજારથી પણ વધુ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા હતા. કેરળમાં 14 સીટો અનુસૂચિત જાતિ અને 2 સીટો અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત છે. આ વખતની ચૂંટણીમાં 140 સીટો પર કુલ 957 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. કર્ણાટક ભાજપના અધ્યક્ષે દાવો કર્યો છે કે, વર્ષ 2016માં માત્ર એક સીટ સાથે ખાતુ ખોલાવનારી ભાજપ કેરળમાં આ વર્ષે ઓછામાં ઓછી 10 સીટો મેળવશે.
આ પણ વાંચો:આસામ વિધાનસભાની ચૂંટણી 2021: બીજા તબક્કામાં 39 બેઠકો પર મતદાન