મોરબી:મોરબીના રવાપર કેનાલ રોડ ઉપર આવેલ વર્ધમાન એપાર્ટમેન્ટમાં રહેતા સુખી સંપન્ન 76 વર્ષીય જીવરાજભાઈ લિખિયા Jivrajbhai Likhiya પોતાની હરિયાળી કાંતિ વિશે પોતાના જ શબ્દોમાં કહે છે કે ,મારુ મૂળ વતન મોરબી Green Morbi Clean Morbi તાલુકાનું અમરણ ગામ છે. પણ હું ધંધાર્થે 40 વર્ષથી નવસારીમાં રહ્યો હતો.ધંધામાં ખૂબ કમાયા બાદ પરિવાર સાથે 7 વર્ષ પહેલાં વતન મોરબી પરત આવ્યા અને મોરબીમાં સિરામીક ફેકટરી નાખી. રોજબરોજનની જીવનની ઘટમાળમાં પરોવાય ગયા. પૈસેટકે તો પહેલેથી સુખી સંપન્ન છે. જીવરાજ દાદાના ધ્યાને આવ્યું કે ,મોરબી શહેર તો ઔદ્યોગિક રીતે તો સમૃદ્ધ છે. પણ શહેરમાં વૃક્ષોની સંખ્યા દિનપ્રતિદિન ઘટી રહી છે.
આ પણ વાંચોઃ આરોગ્ય કર્મીઓ કોરોના કાળમાં મેળવેલા સર્ટીફીકેટ પરત કરશે
700 વૃક્ષો વાવ્યાઃજીવરાજ દાદાએ પર્યાવરણનું જતન કરવા માટે સરકાર કે સંસ્થાઓ પાસેથી અપેક્ષા રાખવાને બદલે એકલપડે વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો. આ સાથે મોરબીને લીલુંછમ હરિયાળું બનાવનું જીવરાજબાપાનું અભિયાન શરૂ થયું. જીવરાજ બાપાએ પાંચ વર્ષ પહેલાં નર્સરીમાંથી રોપા લાવીને મોરબી આસપાસના વિસ્તારોમા વિસ્તારમાં વૃક્ષો વાવ્યા. જેમાં ખાસ કરીને રવાપર ચોકડીથી જોધપર નદી ડેમ કાંઠા સુધી વૃક્ષો વાવ્યા છે. જોધપર નદી ડેમ કાંઠે તો 11 વિધા જમીનમાં 700 વૃક્ષો 700 Trees plantation અને ભાણદેવજી મહારાજના આશ્રમ પાસેના ખરાબામાં વાવેલા 400 વૃક્ષો ઘેઘુર બની ગયા છે. મચ્છુ ડેમ નજીક 700 વૃક્ષ ઉછેરી સર્જી દીધું હરિયાળું ઉપવન બનાવી દીધું.