ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પુષ્ય નક્ષત્રઃ જાણો તેના શુભ મૂર્હુતો અને તે દિવસે કરાતા માંગલિક કાર્યો વિશે

હિન્દુ ધર્મગ્રંથોમાં પુષ્ય નક્ષત્રને સૌથી શુભકારક માનવામાં આવે છે. પુષ્યનો અર્થ થાય છે પોષણ કરનાર તેમજ ઉર્જા અને શક્તિ પ્રદાન કરનાર નક્ષત્ર. આ શુભ દિવસે સંપત્તિ અને સમૃદ્વિના દેવી મા લક્ષ્મીનો જન્મ થયો હતો. કહેવાય છે કે, આ દિવસે મા લક્ષ્મી જાતકના ઘરમાં વસે છે અને ત્યાં લાંબા ગાળા સુધી રહે છે. આ કારણોસર જ આ સમયને પાવનકારી કહેવાય છે. પુષ્ય નક્ષત્ર દરમિયાન કરવામાં આવેલા કાર્યોથી જીવનમાં સમૃદ્વિનું આાગમન થાય છે. તે શુકનિયાળ પણ છે. આ દિવસે ગ્રહો સાનુકૂળ સ્થિતિમાં ભ્રમણ કરતા હોવાથી તે શાંતિ, સંપત્તિ અને સમૃદ્વિ લાવે છે.

પુષ્ય નક્ષત્ર
પુષ્ય નક્ષત્ર

By

Published : Nov 7, 2020, 1:46 AM IST

ન્યૂઝ ડેસ્કઃ હિન્દુ પંચાંગ-શાસ્ત્રોમાં 27 નક્ષત્રોમાં 8મું નક્ષત્ર પુષ્ય નક્ષત્ર ગણાય છે. પુષ્ય એ નક્ષત્રોના રાજા કહેવાય છે. પુષ્ય નક્ષત્રનો સ્વામી ગુરુ મહારાજ છે. ગુરુ મહારાજ એ શુભત્વનો કારક છે. ઘણાં ગ્રંથોમાં શની મહારાજને નક્ષત્રનો રાજા કહેવામાં આવે છે. થોડા દિવસો બાદ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે દિવાળી પહેલાના દિવસોમાં વિવિધ વેપાર-રોજગાર, ઉદ્યોગ સાથે સંકળાયેલા ક્ષેત્રોમાં હલચલ દેખાઇ રહી છે. એવામાં હવે શનિવારે પુષ્ય નક્ષત્રની સાથે દિવાળીની શુભ ખરીદીના શ્રીગણેશ થશે. શનિવારે સવારે 8:15 થી રવિવારે સવારે 8.46 વાગ્યા સુધી પુષ્ય નક્ષત્ર હોવાની સાથે જ સોના-ચાંદી, ચોપડા, વાહન સહિતની શુકનવંતી ખરીદી માટેનો શ્રેષ્ઠ અવસર છે.

પુષ્ય નક્ષત્રમાં કરેલાં કોઇપણ કાર્યમાં હરહંમેશ સફળતા અને સિદ્વિઓ પ્રાપ્ત થાય છે. તેથી જ લગ્ન સિવાયના દરેક શુભ કાર્ય માટે પુષ્ય નક્ષત્રને ઇચ્છનીય ગણવામાં આવે છે. દિવાળીના દિવસોમાં ચોપડા ખરીદવા માટે વેપારીઓ પુષ્ય નક્ષત્રને વિશેષ મહત્વ આપે છે. આ ઉપરાંત ખાસ કરીને વર્ષ દરમિયાન પણ પુષ્યનક્ષત્રમાં જ્યારે ગુરુ પુષ્યામૃત યોગ હોય ત્યારે સોનું, ઝવેરાત, રત્નો ખરીદવાની પ્રથા વર્ષોથી પ્રચલિત છે.

પુષ્ય નક્ષત્રના દિવસે કરાતા માંગલિક કાર્યોઃ

  • આ નક્ષત્ર દરમિયાન ઘરમાં આવેલી સંપત્તિ કે સમૃદ્વિ ચિરસ્થાયી રહે છે
  • આ દિવસે આધ્યાત્મિક કાર્યો કરી શકાય
  • મા લક્ષ્મીની ઉપાસના તેમજ શ્રી યંત્ર ખરીદીને જીવનમાં સમૃદ્વિ લાવી શકાય
  • કુંડળીમાં રહેલા દુષિત સૂર્યના દુષ્પ્રભાવને ઘટાડી શકાય
  • આ શુભ દિને મહાલક્ષ્મી સાધના કરવાથી તેનું વિશેષ રીતે મનોવાંચ્છિત ફળ મળે છે

પુષ્યનક્ષત્રના શુભ મૂર્હુતો

શનિવારે તારીખ 7 ના મૂર્હુતો

  • શુભઃ સવારે 08:14 થી 9:30 સુધી
  • ચલ-લાભ-અમૃત: બપોરે 12:24 થી 4:30 સુધી
  • લાભઃ સાંજે 6:00 થી7:30 સુધી
  • શુભઃ રાત્રે 9:00 થી 12: 23 સુધી

રવિવાર તારીખ 8 ના મૂર્હુતો

  • લાભઃ સવારે 07:00 થી 08:46 સુધી

રવિ પુષ્ય યોગ

પુષ્યનક્ષત્રમાં આ વર્ષે રવિયોગ અને રવિ પુષ્ય યોગ છે. રવિ પુષ્ય યોગ વિશે કહેવામાં આવે છે કે, કુયોગની અશુભતાને આ યોગ દૂર કરે છે. તમામ નક્ષત્રોમાં સૌથી શુભ અને શ્રેષ્ઠ યોગ પુષ્ય નક્ષત્રને માનવામાં આવે છે. અભિજીત મૂર્હુતને નારાયણના સુદર્શન ચક્ર તરીકે ગણવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details