ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પંજાબ કોંગ્રેસમાં વિવાદ પર નેતાઓ દોડ્યા દિલ્હી, જાણો કારણ - Chairman Sunil Zakhad

કોરોના સંકટ વચ્ચે પંજાબના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આવતા વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે પણ ઘણા ધારાસભ્યોએ કોંગ્રેસ પાર્ટીમાં મોરચો કર્યો છે. જે બાદ હવે ધારાસભ્યોને દિલ્હી બોલાવવામાં આવ્યા છે.

પંજાબ કોંગ્રેસમાં વિવાદ પર નેતાઓ દોડ્યા દિલ્હી, જાણો કારણ
પંજાબ કોંગ્રેસમાં વિવાદ પર નેતાઓ દોડ્યા દિલ્હી, જાણો કારણ

By

Published : Jun 1, 2021, 8:33 AM IST

  • પંજાબ પ્રદેશ કોંગ્રેસના ધારાસભ્યો અને મંત્રીઓનો અભિપ્રાય લેશે
  • સુનીલ જાખડે કમિટી સમક્ષ સૌ પ્રથમ પોતાના મંતવ્યો રજૂ કર્યા
  • કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ત્રણ સભ્યોની સમિતિની રચના કરી

ન્યુ દિલ્હી: કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય નવજોત સિંહ સિદ્ધુ એવા પક્ષના નેતાઓમાં સામેલ થશે, જે આજે દિલ્હીમાં પાર્ટીની ત્રણ સભ્યોની કમિટીને મળશે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમવારે સવારે સુનીલ જાખડે કમિટી સમક્ષ સૌ પ્રથમ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આ પછી, ઘણા મંત્રીઓ સહિત 20થી વધુ ધારાસભ્યો સમિતિ સમક્ષ પહોંચ્યા હતા. સૂત્રોએ જણાવ્યું છે કે, આ સમિતિ મંગળવારે પંજાબ પ્રદેશ કોંગ્રેસના ધારાસભ્યો અને મંત્રીઓનો અભિપ્રાય પણ લેશે.

આ પણ વાંચોઃકરતારપુર કોરિડોરના ઉદ્દઘાટનમાં સિદ્ધુએ કર્યા ઈમરાન ખાનના વખાણ

સમિતિ મુખ્યપ્રધાન અને પૂર્વ પ્રધાન સાથે કરશે વાત

માનવામાં આવે છે કે, આવનારા દિવસોમાં આ સમિતિ મુખ્યપ્રધાન અમરિંદર સિંહ અને પૂર્વ પ્રધાન નવજોત સિંહ સિદ્ધુ સાથે વાત કરશે.

શું છે આખી ઘટના

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વર્ષ 2015માં ફરીદકોટના કોટકપુરા ખાતેના બેઅદબી કેસ બાદ ગોળીબારની ઘટનામાં કરવામાં આવેલી કાર્યવાહી અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ત્રણ સભ્યોની સમિતિની રચના કરી હતી.

સિદ્ધુ મુખ્યપ્રધાનની કરી રહ્યા છે આલોચના

ગયા મહિનામાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે કોટકપુરા ફાયરિંગ કેસની તપાસને રદ કર્યા પછી, સિદ્ધુ સતત આ કેસને પુરો કરવા માટે નિષ્ફળ રહેવાનો આરોપ લગાવી પંજાબના મુખ્યપ્રધાન અમરિંદર સિંહની આલોચના કરી રહ્યા છે. સોમવારે (31મે), કોંગ્રેસના પંજાબ એકમમા વિખવાદને દૂર કરવા માટે રચાયેલી ત્રણ સભ્યોની સમિતિએ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુનીલ જાખડ અને 20થી વધુ ધારાસભ્યોને મળ્યા અને તેમના મંતવ્યો સાંભળ્યા.

ત્રણ સભ્યોની કમિટીની કામગીરી

આપને જણાવી દઈએ કે, આ સમિતિની રચના પંજાબ કોંગ્રેસ એકમમાં થતા ઝઘડાને હલ કરવા માટે કરવામાં આવી છે. રાજ્યસભાના વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખાડગે આ સમિતિના વડા છે. આ સમિતિમાં કોંગ્રેસના મહાસચિવ અને પંજાબના પ્રભારી હરીશ રાવત અને દિલ્હી પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જેપી અગ્રવાલનો સમાવેશ થાય છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને સૂત્રોએ જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન અમરિંદર સિંહ ગુરુવાર અથવા શુક્રવારે પણ સમિતિની બેઠક કરી શકે છે.

સમિતિએ જાખડ અને 20થી વધુ ધારાસભ્યોનો અભિપ્રાય લીધો હતો

સોમવારે, ત્રણ સભ્યોની સમિતિએ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સુનીલ જાખડ અને 20થી વધુ ધારાસભ્યોને મળીને પંજાબ કોંગ્રેસ મામલે તેમના મંતવ્યો સાંભળ્યા હતા. પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુરુદ્વાર રકાબગંજ રોડ પર કોંગ્રેસના વારરૂમમાં, આ સમિતિએ સવારે 11 વાગ્યાથી પંજાબ કોંગ્રેસના ધારાસભ્યો અને મંત્રીઓની બેઠકની પ્રક્રિયા શરૂ કરી હતી અને મોડી સાંજ સુધી આશરે 25 નેતાઓ સાથે વાતચીત કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃચોકીદાર ગરીબની ઝુંપડી કે, ખેડૂતોના ખેતરમાં નહિ પણ અંબાણી અને અદાણીના બંગલા પાસે જ હોય છે: નવજોત સિદ્ધુ

અન્ય નેતાઓએ પણ મુખ્યપ્રધાન સામે મોરચો કર્યો

નોંધપાત્ર વાત એ છે કે, તાજેતરના કેટલાક સપ્તાહમાં અમરિંદર સિંહ અને સિદ્ધુ વચ્ચે તીખી બોલચાલી જોવા મળી છે. ધારાસભ્ય પરગત સિંહ અને રાજ્ય કોંગ્રેસ સમિતિના કેટલાક અન્ય નેતાઓએ પણ મુખ્યપ્રધાન સામે મોરચો કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details