- PM મોદીએ પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશનની કરી શરૂઆત
- દરેક ભારતીયને એક યુનિક ડિજિટલ હેલ્થ આઈડી આપવામાં આવશે
- આ આઈડીમાં હશે વ્યક્તિના સ્વાસ્થ્ય સંબંધિત સંપૂર્ણ રેકોર્ડ
- બીમારીની સારવાર, દવાઓ અને ટેસ્ટમાં સરળતા રહેશે
હૈદરાબાદ: આયુષ્યમાન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY)ની ત્રીજી વર્ષગાંઠ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારના પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશન (PM-DHM)ની શરૂઆત કરી. પહેલા આ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન (NDHM)ના નામે ચાલી રહી હતી. આ હેલ્થ મિશન અંતર્ગત દરેક ભારતીયને એક યૂનિક ડિજિટલ હેલ્થ આઈડી આપવામાં આવશે, જેમાં તેમનો સ્વાસ્થ્ય સંબંધિત રેકોર્ડ નોંધાયેલો હશે. આ પ્રોજેક્ટને 15 ઑગસ્ટ, 2020ના 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ રાજ્યોમાં સફળતા બાદ આખા દેશમાં તેને લાગું કરવામાં આવ્યો છે.
દરેક નાગરિકને એક યુનિક ડિજિટલ હેલ્થ કાર્ડ આપવામાં આવશે
પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશન અંતર્ગત દરેક નાગરિકને એક યુનિક ડિજિટલ હેલ્થ કાર્ડ આપવામાં આવશે. કાર્ડ પર 14 આંકડાનો નંબર હશે, જે યુનિક હેલ્થ આઈડી હશે, જેવી રીતે કે બે આદમીના આધાર નંબર અથવા પાનકાર્ડ એક જેવા ન હોઈ શકે, એ જ રીતે દરેક યુઝરને એક હેલ્થ આઈડી નંબર આપવામાં આવશે. એકવાર નંબર જનરેટ થઈ ગયા બાદ તમારી હેલ્થ હિસ્ટ્રી તમારા રેકોર્ડમાં અપડેટ થતી રહેશે. આ પ્રક્રિયામાં દરેક નાગરિક, હૉસ્પિટલ અથવા ક્લિનિક અને ડૉક્ટર્સ તમામ એક સેન્ટ્રલ સર્વર સાથે જોડાયેલા રહેશે.
જૂનો ડેટા જાતે જ અપલોડ કરવાનો રહેશે
એ ધ્યાનમાં રહે કે કાર્ડ બન્યા પહેલાનો ડેટા જાતે જ સ્કેન કરીને અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ હૉસ્પિટલમાં NDHM કર્મચારીની મદદથી તમામ હેલ્થ રેકૉર્ડ્સ અપલોડ કરવામાં આવશે. તમારે ફક્ત તમારા યુનિક ID કાર્ડમાં રહેલો 14 ડિજિટનો યુનિક નંબર જણાવવાનો રહેશે. ત્યારબાદ જ્યારે પણ તમે કોઈ બીમારીની સારવાર કરાવશો અથવા સંબંધિત ટેસ્ટ કરાવશો તો તેનો રિપોર્ટ આપમેળે તમારા હેલ્થ રેકોર્ડ સાથે જાડાઈ જશે.
જાણો શું છે હેલ્થ કાર્ડના ફાયદા
- જો તમે દેશના કોઈપણ ખૂણામાં સારવાર માટે જશો તો તમારે કોઈપણ તપાસ રિપોર્ટ કે ચિઠ્ઠી નહીં લઈ જવી પડે. તમે હૉસ્પિટલ કર્મચારી અથવા ડૉક્ટરને યુનિક આઈડી જણાવશો. તે પોતાની એપ્લિકેશનમાં નંબર નાંખશે. ત્યારબાદ તમારા મોબાઇલ ફોન પર એક ઓટીપી આવશે. ઓટીપી નાંખતા જ તમારી મેડિકલ હિસ્ટ્રી ડૉક્ટરને દેખાવા લાગશે. તેમને તમારી બીમારીમાં પહેલા થયેલી સારવાર, દવાઓ અને ટેસ્ટ વિશે જાણકારી મળી જશે.
- આવું એ કારણે સંભવ થશે કેમકે તમારી તમામ જાણકારી હેલ્થકાર્ડમાં હશે. આ સાથે જ દર્દીને વારંવાર ટેસ્ટ કરાવવાની ઝંઝટમાંથી પણ મુક્તિ મળી જશે. તેમનો સમય અને ખર્ચ પણ બચશે.
- અનેકવાર એવું બને છે કે આપણે બીજા શહેરમાં બેઠેલા ડૉક્ટર પાસેથી ઑનલાઇન અથવા ફોનથી કાઉન્સલિંગ લઈએ છીએ. આવી સ્થિતિમાં ડૉક્ટરને રિપોર્ટ વ્હોટ્સએપ કરવો અને સમજવો મુશ્કેલ હોય છે, પરંતુ હેલ્થ આઈડી અપડેટ થતી રહેશે. ડૉક્ટરો કેસ હિસ્ટ્રી અને રિપોર્ટ્સ સરળતાથી ઑનલાઇન જોઇ શકશે.
શું આનાથી પ્રાઇવસી તો ખત્મ નહીં થાય?