- વિશ્વમાં મહત્વપૂર્ણ ઘટનાઓ 23 માર્ચના રોજ નોંધાયેલી છે
- સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી
- 1956માં પાકિસ્તાન વિશ્વનું પ્રથમ ઇસ્લામિક પ્રજાસત્તાક બન્યું
નવી દિલ્હી: દેશ અને વિશ્વના ઇતિહાસમાં ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ 23 માર્ચના રોજ નોંધાયેલી છે. પરંતુ, ભગતસિંહ અને તેના સાથીઓ રાજગુરુ અને સુખદેવને ફાંસી એ ભારતના ઇતિહાસમાં નોંધાયેલા આ દિવસની સૌથી મોટી અને મહત્વપૂર્ણ ઘટનાઓ છે. 1931માં ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન, ક્રાંતિકારીઓ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને 23 માર્ચે જ ફાંસી આપવામાં આવી હતી. આંતરાષ્ટ્રીય સ્તરે 1956માં, 23 માર્ચે પાકિસ્તાન વિશ્વનું પ્રથમ ઇસ્લામિક પ્રજાસત્તાક બન્યું હતું.
આ પણ વાંચો:શૌર્યગાથા: ફિરોઝશાહ કોટલા કિલ્લામાં બેઠકથી લઈને બોમ્બ ફેંકવા સુધીની કહાની
દેશના ઇતિહાસમાં 23 માર્ચે નોંધાયેલી અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1351: મોહમ્મદ તુગલકનો ભત્રીજો ફિરોઝ શાહ તુગલક ત્રીજાએ ગાદી સંભાળી
- 1757: ક્લાઇવએ ફ્રાંસના આધિપત્યથી ચંદ્રનગર છીનવ્યું.
- 1880: ભારતીય સ્વતંત્રતા કાર્યકર બસંતી દેવીનો જન્મ.
- 1910: સ્વાતંત્ર્ય સેનાની, ગંભીર વિચારક અને સમાજવાદી રાજકારણી ડો.રામ મનોહર લોહિયાનો જન્મ.
- 1931: બ્રિટિશરોએ ભારતીય સ્વતંત્રતા ચળવળના ક્રાંતિકારીઓ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપી.
- 1940: મુસ્લિમ લીગે પાકિસ્તાનના પ્રસ્તાવને મંજૂરી આપી.
- 1956: પાકિસ્તાન વિશ્વનો પ્રથમ ઇસ્લામિક પ્રજાસત્તાક દેશ બન્યો.
- 1986: દુર્ગાપુર શિબિરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની પ્રથમ મહિલા કંપનીની રચના કરવામાં આવી.
- 1996: પ્રથમ સીધી રાષ્ટ્રપતિની ચૂંટણી તાઈવાનમાં થઈ, જેમાં લિ ટેંગ હુઇ રાષ્ટ્રપતિ બન્યા.
- 2020: કોરોના વાયરસના 433 કેસ થયા, મહારાષ્ટ્ર, પંજાબમાં કર્ફ્યુ, ભારતના મોટાભાગના વિસ્તારોમાં લોકડાઉન.
આ પણ વાંચો:સાવરકર બાદ હવે ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવ માટે ભારતરત્નની માગ