ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાકેશ અસ્થાના નિવૃત્તિના 3 દિવસ પહેલા બન્યા દિલ્હી પોલીસ કમિશ્નર, અનેક સવાલોથી ઘેરાયા... - CONTROVERSIAL CARRIER

દિલ્હીના નવા કમિશ્નર રાકેશ અસ્થાનાએ નિવૃત્તિના 3 દિવસ પહેલા જ દિલ્હીના પોલીસ કમિશ્નર તરીકેની જવાબદારી સંભાળી હતી. રાજકીય કોરિડોરથી લઈને સોશિયલ મીડિયા સુધી તેમની પોસ્ટિંગ પર ચર્ચાઓ ઉઠી રહી છે. બાહ્ય કેડરથી લઈને સરકાર સુધી તેમની નિકટતા અને તેમના જૂના વિવાદો અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે. રાકેશ અસ્થાનાનો ઇતિહાસ શું છે અને શા માટે એ ચર્ચાનો વિષય બન્યા છે, જાણવા માટે સંપૂર્ણ સમાચાર વાંચો...

રાકેશ અસ્થાના નિવૃત્તિના 3 દિવસ પહેલા દિલ્હી પોલીસ કમિશ્નર બન્યા
રાકેશ અસ્થાના નિવૃત્તિના 3 દિવસ પહેલા દિલ્હી પોલીસ કમિશ્નર બન્યા

By

Published : Jul 29, 2021, 10:50 PM IST

  • રાકેશ અસ્થાના ગુજરાત કેડર 1984 બેચના IPS અધિકારી
  • BSF ના DG અને NCBના ચીફ અસ્થાના 31 જુલાઈએ થવાના હતા નિવૃત્ત
  • પોલીસ કમિશ્નર બનાવવામાં આવતા રાજકિય ગરમાવો

હૈદરાબાદ:કલ્પના કરો કે તમે 4 દિવસ પછી નિવૃત્ત થવાના છો, તમે જીવનના 60 વર્ષ વિતાવ્યા બાદ ઉંચા પગારની નોકરી કર્યા પછી નિવૃત્તિ લેવાની યોજના શરૂ કરો છો, પરંતુ માત્ર ત્યારે જ ખબર પડે છે કે, તમને એક વર્ષનો વધારો મળી રહ્યો છે અને આ પોસ્ટિંગ દિલ્હી પોલીસ કમિશ્નર તરીકે કરવામાં આવી રહી છે. આ વાત છે નવા દિલ્હી પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાનાની, કે જેમણે નિવૃત્તિના માત્ર 3 દિવસ પહેલા જ ખુરશી સંભાળી છે.

આ પણ વાંચો:ગુજરાત કેડરના 1984ની બેચના IPS અધિકારી રાકેશ અસ્થાના દિલ્હી પોલીસ કમિશ્નર બન્યા

કોણ છે રાકેશ અસ્થાના

9 જુલાઈ 1961 ના રોજ રાંચીમાં જન્મેલા રાકેશ અસ્થાના ગુજરાત કેડર 1984 બેચના IPS અધિકારી છે. તાજેતરમાં, BSF (Border Security Force) ના DG અને NCB (narcotics control bureau) ના ચીફ રાકેશ અસ્થાના 31 જુલાઈએ નિવૃત્ત થવાના હતા, પરંતુ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેમને 27 જુલાઈએ નવી જવાબદારી વિશે માહિતી આપી હતી. આ બાદ રાકેશ અસ્થાનાને તાત્કાલિક ધોરણે રિલિવ કરવામાં આવ્યા હતા અને દિલ્હી પોલીસ કમિશ્નર તરીકે જોડાવા આદેશ આપવામાં આવ્યો હતો.

બાહ્ય કેડરના બીજા કમિશ્નર, રાજકિય રોષ

જેને દિલ્હી પોલીસ કમિશ્નર બનાવવામાં આવ્યા છે, તે રાકેશ અસ્થાના બાહ્ય કેડરના બીજા IPS છે. અગાઉ જુલાઈ 1999થી જૂન 2002 સુધી ઉત્તરપ્રદેશ કેડરના અજય રાજ ​​શર્માને દિલ્હી પોલીસ કમિશ્નરની જવાબદારી સોંપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, તે સમયે પણ કેન્દ્રમાં માત્ર NDAની સરકાર હતી અને ભાજપના અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન હતા.

શું સમગ્ર દેશને ગુજરાત કેડરને સોંપવામાં આવશે : વિધાનસભા અધ્યક્ષ

રાકેશ અસ્થાના અને અજય રાજ ​​શર્મા વચ્ચે માત્ર એટલો જ તફાવત છે કે, અજય રાજ ​​શર્માએ કમિશ્નર બનતાં નિવૃત્તીનો 3 વર્ષનો સમય હતો અને રાકેશ અસ્થાના 3 દિવસ પછી નિવૃત્ત થવાના હતા. રાકેશ અસ્થાના દિલ્હી પોલીસ કમિશ્નર બન્યા હોવાથી AGMUT કેડરમાં ભારે રોષ છે, કારણ કે દિલ્હીના કમિશ્નરની પસંદગી કરતી વખતે આ કેડરને બીજી વખત સાઇડલાઇન કરવામાં આવ્યું છે. આ મામલે રાજનીતિ પણ કરવામાં આવી રહી છે, દિલ્હી વિધાનસભા અધ્યક્ષ રામ નિવાસ ગોયલે ગુજરાત કેડરના રાકેશ અસ્થાનાને દિલ્હીના પોલીસ કમિશ્નર બનાવાતા કહ્યું હતું કે, ' શું સમગ્ર દેશને ગુજરાત કેડરને સોંપવામાં આવશે'.

આ પણ વાંચો:રાકેશ અસ્થાના સહિત 3 IPS અધિકારીને ઉચ્ચ પગાર વધારો આપવામાં આવ્યો

આ AGMUT કેડર શું છે?

ઉલ્લેખનીય છે કે, દેશમાં કુલ 25 કેડર છે, જેમાં 2 સંયુક્ત કેડરનો સમાવેશ થાય છે. સંયુક્ત કેડરમાં આસામ-મેઘાલય અને AGMUTનો સમાવેશ થાય છે, જેમાં અરુણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ અને કેન્દ્ર શાસિત પ્રદેશો શામેલ છે.

  • A- અરુણાચલ પ્રદેશ
  • G- ગોવા
  • M- મિઝોરમ
  • U- કેન્દ્રશાસિત પ્રદેશો

આ AGMUT કેડરના અધિકારીઓની નિમણૂક આ રાજ્યોમાં કરવામાં આવે છે. દિલ્હી પણ આ AGMUTનો એક ભાગ છે. નોંધપાત્ર વાત એ છે કે, ઓગસ્ટ 2019માં કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યો હતો અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના 2 કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવ્યા હતા. જે બાદ આ વર્ષે જમ્મુ-કાશ્મીર કેડર નાબૂદ કરવામાં આવ્યો હતો અને તેને AGMUT કેડરમાં સમાવવામાં આવ્યું છે. હવે, જમ્મુ-કાશ્મીરના IAS અને IPS અધિકારીઓ AGMUT કેડરનો ભાગ બનશે. હવે તેઓ અન્ય રાજ્યોમાં પણ બદલી કરી શકશે, જ્યારે અગાઉ જમ્મુ-કાશ્મીર કેડરના અધિકારીઓની અન્ય રાજ્યોમાં નિમણૂક કરવામાં આવતી ન હતી, જોકે તેનો માત્ર AGMUT હેઠળ આવતા રાજ્યોમાં જ નિયુક્ત થઈ શકશે.

ABOUT THE AUTHOR

...view details