- ક્રૂઝ ડ્રગ્સ કેસમાં NCB ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પણ હેડલાઇન્સમાં આવ્યા
- મહારાષ્ટ્ર સરકારના પ્રધાન નવાબ મલિકે સમીર સામે મોરચો ખોલ્યો
- દરરોજ તેઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સમીર પર ઉઠાવી રહ્યા છે સવાલો
- વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકરે મહિલા આયોગને ફરિયાદ કરી
હૈદરાબાદઃ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાન અને તેના મિત્રોની ધરપકડ બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankhede) પણ હેડલાઇન્સમાં આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારના પ્રધાન નવાબ મલિકે તેમની સામે મોરચો ખોલ્યો છે. તેમણે સમીર વાનખેડેના જન્મ પ્રમાણપત્ર પર સવાલો ઉઠાવ્યા છે. તેમના કહેવા પ્રમાણે તે સર્ટિફિકેટમાં સમીર દાઉદ વાનખેડે નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મલિકે તેમના નિકાહનામાને સાર્વજનિક કરી દીધુ છે. તેમણે સમીર અને તેના પરિવારના માલદીવમાં વિતાવેલી રજાઓને લગતા ફોટા પણ બધાને બતાવ્યા અને અંતે ક્રુઝ પરની પાર્ટીના ફૂટેજ બહાર પાડવામાં આવ્યા. રોજબરોજના વ્યક્તિગત આક્ષેપોથી દુઃખી થઈને સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકરે મહિલા આયોગને ફરિયાદ કરી હતી.
નવાબ મલિકે સમીર અને ફેશન ટીવી (ભારત) ના વડા કાશિફ ખાનને એકબીજાના મિત્રો બતાવ્યા
આ ફરિયાદ કરવા છતાં પણ નવાબ મલિક ચૂપ ન રહ્યા. તેમણે સમીર અને ફેશન ટીવી (ભારત) ના વડા કાશિફ ખાનના 'સંબંધ' ને શોધી કાઢ્યા અને તેમને એકબીજાના મિત્રો બનાવી દીધા. મલિકનો આરોપ છે કે, કાશિફ ખાન આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા છે. તે સેક્સ રેકેટ ચલાવે છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે, નવાબ મલિકે સમીર વાનખેડે સાથે જોડાયેલા આટલા બધા રહસ્યો કેમ જાહેર કર્યા. તેમને આટલો રસ કેમ છે ? આખરે મામલો શું છે ? મીડિયા રિપોર્ટ્સ અનુસાર સમીર વાનખેડે સાથે તેનો ગુસ્સો જૂનો છે. વાર્તા સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યા પછી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની તપાસથી શરૂ થાય છે. જ્યારે સુશાંત આત્મહત્યા કેસની તપાસ આગળ વધી ત્યારે તેમાં ડ્રગ્સ રેકેટની એન્ટ્રી થઈ હતી. જેમાં સૌથી પહેલું નામ રિયા ચક્રવર્તીનું આવ્યું હતું. તેને જેલમાં મોકલી દેવામાં આવી હતી.
NCB તમાકું અને ગાંજા વચ્ચે તફાવત કરી શકતું નથી: નવાબ મલિક
આ ઘટના બાદ બ્રિટિશ નાગરિક કરણ સજનાનીનું નામ સામે આવ્યું હતું. સજનાનીની 200 કિલો નશીલા પદાર્થ સાથે ધરપકડ કરાઈ હતી. પૂછપરછ દરમિયાન તેણે કેબિનેટ પ્રધાન નવાબ મલિકના જમાઈ સમીર ખાનનું નામ આપ્યું હતું. આ સમાચાર સાર્વજનિક થતાં જ નવાબ મલિક સમીર વાનખેડે પર પ્રહારી બની ગયા હતા. આ વર્ષે 13 જાન્યુઆરીએ સમીર વાનખેડે (Sameer Wankhede) એ સમીર ખાનની સાથે અન્ય બે આરોપીઓની ધરપકડ કરી હતી. સમીર ખાન લગભગ 8 મહિના જેલમાં રહ્યો, જે બાદ તેને જામીન મળી ગયા હતા. જમાઈ સમીર ખાનના જામીન બાદ નવાબ મલિકે પ્રેસ કોન્ફરન્સ કરીને NCB પર પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે, તેના જમાઈને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે. તેમના જણાવ્યા મુજબ જપ્ત કરાયેલી સામગ્રી, જે NCB 200 કિલો ગાંજા તરીકે વર્ણવી રહી હતી તે CA રિપોર્ટમાં હર્બલ તમાકું હોવાનું બહાર આવ્યું હતું. તેમણે ટોણો મારતા પૂછ્યું હતું કે, NCB તમાકું અને ગાંજા વચ્ચે તફાવત કરી શકતું નથી.
નવાબ મલિક મૂળ ઉત્તર પ્રદેશના બલરામપુરના છે