ગુજરાત

gujarat

ETV Bharat / bharat

kl Rahul-Athiya Shetty Seremony: કેએલ રાહુલ-આથિયા શેટ્ટીએ ધૂમ મચાવી - કેએલ રાહુલ આથિયા શેટ્ટીએ ધૂમ મચાવી

ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી લગ્ન કરવા જઈ રહ્યા છે. ગત રાત્રે સંગીત સમારોહ યોજાયો હતો. સંગીત સેરેમનીમાં બંનેના પરિવારજનોએ પરંપરાગત લગ્નગીતો સહિત બોલીવુડના ગીતો પર જોરદાર ડાન્સ (kl Rahul Athiya Shetty marriage )કર્યો હતો.

kl Rahul-Athiya Shetty Seremony: કેએલ રાહુલ-આથિયા શેટ્ટીએ ધૂમ મચાવી
kl Rahul-Athiya Shetty Seremony: કેએલ રાહુલ-આથિયા શેટ્ટીએ ધૂમ મચાવી

By

Published : Jan 23, 2023, 10:42 AM IST

મુંબઈઃ આખરે એ ક્ષણ આવી ગઈ છે જેની કેએલ રાહુલ-આથિયા તેમજ તેમના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. બંનેના લગ્નની વાતો ઘણા સમયથી ચાલી રહી હતી. પરંતુ આજે એ દિવસ છે જ્યારે બંને લગ્નના બંધનમાં બંધાશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન પરંપરાગત રીત-રિવાજો અનુસાર થશે અને જેમાં લગભગ 100 મહેમાનો આવવાની આશા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંનેના લગ્ન ખંડાલામાં સુનીલ શેટ્ટીના બંગલામાં થશે. ઘણા સેલેબ્સ વેડિંગ વેન્યુમાં એન્ટ્રી કરતા જોવા મળ્યા હતા.

સુનીલ શેટ્ટીએ લગ્નની પુષ્ટિ કરી છે:સુનીલ શેટ્ટીએ બંનેના લગ્નની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું કે કેએલ-અથિલા સોમવારે (23 જાન્યુઆરી)ના રોજ લગ્ન કરશે. સુનીલ શેટ્ટીએ પણ મીડિયાને વચન આપ્યું હતું કે તે વર-કન્યાને આખા પરિવાર સાથે તસવીરો ક્લિક કરવા માટે બહાર લાવશે. તેણે કહ્યું, 'હું આવતીકાલે (23 જાન્યુઆરી) બાળકોને લઈને આવીશ. ખુબ ખુબ આભાર. તમે જે પ્રેમ દર્શાવ્યો છે તેના માટે ખૂબ ખૂબ આભાર.

આ પણ વાંચો:Sushmita Sen Luxury Car: સુષ્મિતા સેને પોતાને જ ગિફ્ટ કરી મર્સિડિઝ કાર

ચાહકો લગ્નના સમાચાર સાંભળવા આતુર:બંને છ વર્ષથીડેટ કરી રહ્યાં છે અથિયા શેટ્ટી અને કેએલ રાહુલ 2018થી ડેટ કરી રહ્યાં છે. બંને અવારનવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે. તેમના સંબંધોના સમાચાર સામે આવ્યા બાદ ચાહકો લગ્નના સમાચાર સાંભળવા આતુર હતા. તેમના લગ્નના સમાચાર ઘણા સમયથી સામે આવી રહ્યા હતા. જોકે સુનીલ શેટ્ટી, આથિયા અને કેએલ રાહુલે હજુ સુધી આવા અહેવાલો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

આ પણ વાંચો:Bade miyan chote miyan: સ્ટંટમેન સાથે ડાન્સરનું કોમ્બિનેશન, ફિલ્મના મૂહુર્તમાં જ મસ્તી શરૂ

રાહુલે 2014માં ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કર્યું હતું:કેએલ રાહુલે 2014માં મેલબોર્નમાં ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. બોક્સિંગ ડે ટેસ્ટમાં તેને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ડેબ્યૂ કેપ આપી હતી. રોહિત શર્માની જગ્યાએ રાહુલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેણે સિડની ટેસ્ટમાં મુરલી વિજય સાથે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. તેણે પોતાની પ્રથમ મેચમાં સદી (110 રન) ફટકારી હતી. (kl Rahul Athiya Shetty marriage )

ABOUT THE AUTHOR

...view details