- દિલ્હી પોલીસ સ્પેશલ સેલ દ્વારા ડ્રગ્સ રેકેટનો કિંનપિંગની ધરપકડ
- સ્પેશલ સેલ ડ્રગ્સ માફિયાને લંડનથી દિલ્હી લઇ પોંહચી
- 2 વર્ષની કાયદાકીય લડાઇ બાદ મળી સફળતા
દિલ્હી:
દિલ્હી ડ્રગ્સની દાણચોરી કરવાવાળી એક ગેંગના કિંગપિનને ઝડપી પાડવામાં દિલ્હી પોલીસને સફળતા મળી છે. લંડનમાં રહેતો તસ્કરને લઇને લગભગ 2 વર્ષની લાંબી કાયદાકીય લડાઈ લડવામાં આવી હતી. આ પછી યુકે સરકારે આરોપી કિશન સિંહના પ્રત્યારોપણને મંજુરી આપી હતી. સ્પેશલ સેલની ટીમ તેને લઈને દિલ્હી પોંહચી ગઈ છે.એમનું માનવું છે કે તેની ધરપકડ કરવાથી તેમને મોટી સફળતા મળશે.
આ પણ વાંચો :ATS દ્વારા રૂ. 1 કરોડનું 1 કિલો મેથેફેટમાઇન ડ્રગ્સ ઝડપાયું
દિલ્હી પોલીસ સ્પેશયલ ટીમ દ્વારા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ
દિલ્હી પોલીસની સ્પેશલ ટીમ સેલ દ્વારા 2017માં એર ડ્રગ દાણચોરી ગેગનીને ખુલ્લી પાડી હતી. આ કેસમાં સ્પેશલ સેલે હરપ્રિત સિંહ નામના યુવકની ધરપકડ પણ કરી હતી. જેણે ઓસ્ટ્રેલિયન કોમનવેલ્થ ગેમ 2004માં સિલ્વર મેડલ જીત્યું હતું. તેની સાથે તેના બે સાથી અમનદીપ અને હનીશની પણ સ્પેશલ સેલે ધરપકડ કરી હતી અને તેમની પાસેથી 25 કિલો પાર્ટી ડ્રગ પણ મળી આવ્યો હતો. આ ડ્રગની કિંમત આતંરરાષ્ટ્રીય બજારમાં લગભગ 50 કરોડ રુપિયા હતી. મ્યાઉં-મ્યાઉં નામનાં આ ડ્રગ્સ મુંબઈ અને દિલ્હીમાં આયોજીત થતી રેવ પાર્ટીમાં વેંચવાનો હતો.
કિશન સિંહ વધારવા માંગતો હતો પોતાનો ડ્રગ્સ ધંધો
કિશન સિંહના ઈશારે ચાલતી આ તસ્કરી મામલે પૂછપરછ દરમિયાન આરોપીઓએ ખુલાસો કર્યો હતો કે તે રાજસ્થાન નિવાસી કિશન સિંહ માટે કામ કરે છે, આ પછી કિશન સિંહની શોધખોળ ચાલી રહી હતી. પોલીસને જાણવા મળ્યું હતું કે તે લંડનમાં રહે છે. હનીશએ પોલિસને કહ્યું હતું કે તે એસબીએ કરવા સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો હતો, ત્યારે તેની મુલાકાત કિશન સિંહ સાથે થઇ હતી. તેના જીવનશૈલીથી પ્રભાવિત થઇને તે આ ડ્રગ્સની દાણચોરીનાં ધંધામાં આવી ગયો હતો. કિશન પોતાના ડ્રગ્સના રેકેટને વધારવા માંગતો હતો, તેના માટે ડ્રગ્સની દાણચોરીનું કામ કરાવ્યું હતું. આ પછી પોલિસ આરોપી કિશન સિંહને ભારત લાવવાનો પ્રયાસ કરી રહી હતી. લગભગ 2 વર્ષની કાયદાકીય લડાઈ બાદ યુકે સરકારે કિશન સિંહના પ્રત્યારોપણને મંજુરી આપી હતી અને તેને દિલ્હી લઇને આવી ગઇ હતી.
આ પણ વાંચો :ATS મહેસાણા પોલીસનું સંયુક્ત ઓપરેશન, 3.90 લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
1 વર્ષમાં 2 મોટી સફળતા
એક વર્ષનાં મળેલી 2 મોટી સફળતામાં દિલ્હી પોલીસને પાછલા 1 વર્ષ દરમિયાન યુકેથી 2 આરોપીઓને દિલ્હી લાવવામાં સફળ રહી છે. પાછલા વર્ષ દરમિયાન લંડનથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બુકી સંજીવ ચાવલાને દિલ્હી લાવી હતી અને હવે કિશન સિંહને પ્રત્યારોપણ દ્વારા દિલ્હી લાવવામાં આવી રહ્યો છે.બુકી સંજીવ ચાવલાને અહીંયા જેલમાં રાખવામાં આવ્યો હતો પરંતુ કોર્ટના આદેશ બાદ તેને જામીન મળી ગયા હતા.