ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સંયુક્ત કિસાન મોરચા દ્વારા કૃષિ કાયદાને લગતું પુસ્તક લોન્ચ કરાયું - પ્રેસ વાર્તા કૃષિ કાયદો

હરિયાણાનાં સોનિપતમાં ખેડૂતો વતી એક પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કૃષિ કાયદામાં ભૂલો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કૃષિ કાયદામાં શું કાળું છે ? અને ખેડૂતો કેમ તેમનો વિરોધ કરી રહ્યાં છે. આ માટે સંયુક્ત કિસાન મોરચા દ્વારા આ પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું છે.

kisan sanyukt morcha
kisan sanyukt morcha

By

Published : Mar 31, 2021, 11:39 AM IST

Updated : Mar 31, 2021, 2:08 PM IST

  • ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દિલ્હીની સરહદો પર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે
  • સંયુક્ત કિસાન મોરચા દ્વારા એક પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું
  • ત્રણ કૃષિ કાયદાને પાછો ખેંચવાની ખેડૂતોની માંગણી

સોનીપત: ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો સતત દિલ્હીની સરહદો પર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ત્રણ કૃષિ કાયદાને પાછા ખેંચવાની માંગણી સાથે અનેક તબક્કાની વાટાઘાટો પણ કરવામાં આવી છે. પરંતુ કોઈ સમાધાન મળ્યું નથી. કૃષિ કાયદામાં શું કાળું છે ? અને ખેડૂતો કેમ તેમનો વિરોધ કરી રહ્યાં છે. આ માટે સંયુક્ત કિસાન મોરચા દ્વારા એક પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :અશોક યુનિવર્સિટીના બે પ્રોફેસરોના રાજીનામાંને લઈને દેશ- વિદેશની અનેક મોટી હસ્તીઓએ પ્રતિક્રિયા આપી

કૃષિ કાયદામાં શું ખામી છે તેના વિશેનું પુસ્તક

ખેડૂત નેતા ગુરનામસિંહ ચઢૂનીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ભારતના વડાપ્રધાને સવાલ કર્યો હતો કે ત્રણ કૃષિ કાયદામાં કાળું શું છે ? PM મોદીના આ સવાલના જવાબ માટે અમે પુસ્તક બહાર પાડ્યું છે. જેમાં જણાવાયું છે કે કેમ આ કાયદાઓનો ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે અને જો આ કાયદા આવે તો ખેડૂતોનું શું નુકસાન થશે.

આ પણ વાંચો :હરિયાણા: સરકારમાં સમર્થન આપતા જ દુષ્યંતના પિતાની તિહાડમાંથી મુક્તિ

ખેડૂતો PMને પુસ્તક મોકલશે

ચઢૂનીએ જણાવ્યું હતું કે, પુસ્તકની 10,000 નકલો બહાર પાડવામાં આવી છે. આ સાથે જ 5000 નકલો પણ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. આ સાથે તેમણે એમ પણ માહિતી આપી હતી કે, આ પુસ્તક દેશના વડાપ્રધાન અને કૃષિ પ્રધાનને મોકલવામાં આવશે. જેથી તેઓ પણ કાયદાઓમાં શું કાળું છે તે શોધી શકે.

Last Updated : Mar 31, 2021, 2:08 PM IST

ABOUT THE AUTHOR

...view details