- કરનાલમાં ખેડૂતોનું પ્રદર્શન ઉગ્ર બન્યું
- સચિવાલય ઘેરવા માટે ખેડૂતોએ કરી કૂચ
- અનેક ખેડૂતોની પોલીસે કરી અટકાયત
- સચિવાલયમાં જબરદસ્તી ઘૂસવાનો પ્રયત્ન
કરનાલ: હરિયાણાના કરનાલમાં જિલ્લા મુખ્યમથક સુધી પ્રદર્શન માટે ખેડૂતો એકઠા થયા છે. ત્યાં અત્યારે તણાવની સ્થિતિ પેદા થઈ છે. કરનાલમાં જિલ્લા મુખ્યમથક સુધી વિરોધ રેલીની પરવાનગીને લઇને ખેડૂતો અને અધિકારીઓની વચ્ચે વાતચીત નિષ્ફળ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે મિની સચિવાલય તરફ કૂચ કરી રહેલા ખેડૂતોની પોલીસે અટકાયત કરી છે. ખેડૂતોનું વિરોધ પ્રદર્શન હવે ઉગ્ર થઈ ગયું છે. વહીવટીતંત્ર સાથે વાતચીત નિષ્ફળ રહ્યા બાદ સચિવાલય ઘેરવા નીકળેલા ખેડૂતો પર પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોએ જબરદસ્તી સચિવાલયમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો.
2 કલાક સુધી ચાલેલી વાતચીત એકવાર ફરી નિષ્ફળ રહી
વહીવટી તંત્રની સાથે 2 સ્તરની વાતચીત નિષ્ફળ થયા બાદ ખેડૂતો હવે સચિવાલયને ઘેરવા નીકળ્યા છે. કરનાલમાં થયેલા લાઠીચાર્જના વિરોધમાં ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. આ પહેલા મુદ્દાને ખત્મ કરવા માટે જિલ્લા વહીવટી તંત્રએ સંયુક્ત કિસાન મોરચાના નેતાઓને વાતચીત માટે બોલાવ્યા હતા, પરંતુ આ વાતચીત નિષ્ફળ રહી. ત્યારબાદ વહીવટી તંત્રએ ફરીવાર ખેડૂત નેતાઓને વાતચીત માટે બોલાવ્યા. ખેડૂતોનું 11 સભ્યોનું ગ્રુપ જેમાં 4 અન્ય ખેડૂત નેતાઓ સામેલ થયા અને કુલ 155 ખેડૂત નેતાઓએ જિલ્લા વહીવટીતંત્રની સાથે બીજીવાર વાતચીત કરી. લગભગ 2 કલાક સુધી ચાલેલી વાતચીત આખરે એકવાર ફરી નિષ્ફળ રહી. આ બેઠક બાદ ખેડૂત નેતા યોગેન્દ્ર યાદવે જણાવ્યું કે, અમારી વહીવટી તંત્ર સાથે ત્રણ સ્તરની વાતચીત થઈ, જેમાં 15 સભ્યોનું જૂથ સામેલ હતું, જેમાં રાષ્ટ્રીય નેતૃત્વ, રાજ્ય નેતૃત્વ તેમજ સ્થાનિક નેતા સામેલ રહ્યા.
કરનાલ જિલ્લામાં કલમ-144 લાગુ, ઇન્ટરનેટ સેવાઓ બંધ