ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભાજપ સાંસદ કિરણ ખેરના રાહુલ પર આકરા વાકપ્રહાર, "રાહુલ ગાંધીમાં અક્કલ ક્યારે આવશે?"

ચંદીગઢના ભાજપ સાંસદ કિરણ ખેરે રાહુલ ગાંધી પર આકરા વાકપ્રહાર કર્યા છે. તેમણે રાહુલના પનોતીવાળા નિવેદન પર રાહુલ ગાંધીને આડે હાથે લીધા છે. કિરણ ખેરે રાહુલ ગાંધીમાં અક્કલ ક્યારે આવશે? તેવો સવાલ કર્યો હતો. કિરણ ખેર ચંદીગઢમાં અમલદારશાહીથી પણ નારાજ છે. Kirron Kher on Rahul Gandhi unintelligent

"રાહુલ ગાંધીમાં અક્કલ ક્યારે આવશે?"- કિરણ ખેર
"રાહુલ ગાંધીમાં અક્કલ ક્યારે આવશે?"- કિરણ ખેર

By ETV Bharat Gujarati Team

Published : Nov 25, 2023, 10:24 AM IST

ચંદીગઢઃ ભાજપ સાંસદ કિરણ ખેરે રાહુલ ગાંધીની ઝાટકણી કાઢી છે. રાહુલે વડા પ્રધાન માટે પનોતીવાળું જે નિવેદન આપ્યું હતું તે સંદર્ભે કિરણ ખેરે રાહુલની માનસિકતા પર સવાલ કર્યા છે. કિરણ ખેરે રાહુલ ગાંધીને અણસમજુ ગણાવ્યા હતા. તેમણે પુછ્યું કે રાહુલમાં અત્યાર સુધી અક્કલ આવી જવી જોઈએ પણ ખબર નથી ક્યારે અક્કલ આવશે? પોતાના દેશના વડા પ્રધાન માટે રાહુલ ગાંધીના આવા નિવેદન સાંભળીને અફસોસ થાય છે.

સાંસદ કિરણ ખેરે અમલદારશાહી પર પણ ખુલીને વાત કરી. તેમણે ચંદીગઢના વિકાસ માટે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે ચંદીગઢ પૂર્ણ રાજ્ય નથી પરંતુ યુનિયન ટેરિટરી છે. કિરણે કહ્યું કે, તેણીએ અનેક પ્રયત્નોથી શહેરમાં અનેક વિકાસકામો કરાવ્યા છે, જો કે ચંદીગઢમાં અમલદારશાહી હાવી રહે છે. ચંદીગઢના કેટલાક ઓફિસર્સ કેટલાક વિકાસકાર્યોમાં બાધારુપ બને છે. તેમણે આવા ઓફિસર્સથી તો ભગવાન જ બચાવે તેવું કહ્યું હતું. ચંદીગઢમાં લાલ ધારથી બહાર બનેલા મકાનો મુદ્દે તેમણે કહ્યું કે, હું છેલ્લા 10 વર્ષથી આ વિષયમાં બોલી રહી છું પણ પ્રશાસન કોઈ ધ્યાન જ નથી આપતું. અહીં રહેણાંક મકાનો બનતા જ રહ્યા છે. હવે તેમણે રેગ્યુલાઈઝ કરી દેવા જોઈએ. ખબર નથી કે શા માટે ઓફિસર્સ આ પ્રમાણે નથી કરી રહ્યા, શું સમસ્યા છે? કોઈ ઓફિસર આ મુદ્દા પર ધ્યાન નથી આપતું.

બીજેપી સાંસદ કિરણ ખેરે ચંદીગઢની ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી પર કહ્યું કે, ચંદીગઢવાસીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે હવે તેમના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. દેર આયે દુરસ્ત આયે.

  1. કિરણ ખેર 'મલ્ટીપલ માયલો' નામક બિમારીની સારવાર માટે મુંબઈમાં છે, ચંદીગઢ ભાજપ પ્રમુખે આપી માહિતી
  2. કિરણ ખેરના જન્મ દવિસે અનુપમ ખેરે શેર કરી તસવીર, લખ્યો સ્નેહભર્યો મેસેજ

ABOUT THE AUTHOR

...view details