- વી. નારાયણસામી સરકારમાંથી ધારાસભ્યોનાં રાજીનામા બાદ થયો હતો વિવાદ
- તેલંગણાના રાજ્યપાલ તમિલિસઈસૌંદરારાજનને સોંપવામાં આવ્યો ચાર્જ
- ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસ અને સમર્થકો પાસે 33 પૈકી 14 બેઠકો
પુડુચેરીના ઉપરાજ્યપાલ પદેથી કિરણ બેદીને હટાવાયા, તેલંગણાના રાજ્યપાલ તમિલિસઈ સૌંદરારાજનને હવાલો સોંપાયો - પુડુચેરી સમાચાર
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પુડુચેરીના ઉપરાજ્યપાલ કિરણ બેદીને તેમના પદ પરથી મુક્ત કર્યા છે અને તેમના સ્થાને તમિલિસઈ સૌંદરારાજનને ઉપરાજ્યપાલ તરીકેનો વધારાનો હવાલો સોંપાયો છે.
ન્યુ દિલ્હી: કિરણ બેદીને પુડ્ડુચેરીના ઉપરાજ્યપાલના પદ પરથી હટાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ, તેમની જગ્યાએ હાલમાં તેલંગાણાના રાજ્યપાલ તરીકે કાર્યરત તમિલિસઈ સૌંદરારાજનને પુડુચેરીનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસ લઘુમતિમાં
નોંધપાત્ર વાત છે કે, વી. નારાયણસામી સરકારમાંથી કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા બાદ પુડુચેરીમાં વિવાદ ઉભો થયો હતો. કિરણ બેદી જ્યાં સુધી પુડુચેરીમાં ઉપરાજ્યપાલની નિયમિત વ્યવસ્થા ન થાય ત્યાં સુધી પદ પર રહેશે. રાષ્ટ્રપતિનો આ આદેશ રાજકીય સંકટ વચ્ચે આવ્યો છે. જ્યાં મંગળવારે અન્ય એક ધારાસભ્યએ પાર્ટી છોડ્યા બાદ શાસક કોંગ્રેસ સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી. મળતી માહિતી મુજબ કિરણ બેદી અને નારાયણસામી વચ્ચે ઘણા મુદ્દાઓ પર વિવાદ ચાલી રહ્યો હતો.