ગુજરાત

gujarat

ETV Bharat / bharat

King of the kings - 2 લીટર દુઘ, દેશી ધી અને માખણ આરોગે છે આ કિંગ નામનો બકરો - king of the king

ભોપાલમાં બકરા માટે આયોજન કરવામાં આવેલી સ્પર્ધામાં કિંગ ઓફ ધ કિંગ ( King of the kings )નું ટાઇટલ કિંગ બકરાએ જીત્યું હતું. કિંગનો વજન 176 કિલો છે. જે પોતાના ડાયટમાં 2 લીટર દુધ સાથે ઘણુ બધુ આરોગે છે. વર્ષ 2019માં ભોપાલમાં 171 કિલોના બકરાએ કિંગ ઓફ ધ કિંગ ( King of the kings )નું ટાઇટલ જીત્યું હતું જેની કિંમત 8 લાખ રૂપિયા હતી.

King of the kings
King of the kings

By

Published : Jul 3, 2021, 3:41 PM IST

  • કિંગની ડાયટમાં 2 લીટર દુધ, 50 ગ્રામ શુદ્ધ ધી, દેશી ચણા, મકાઇ અને માખણનો સમાવેશ
  • કિંગ નામના આ બકરાનો વજન 176 કિલો
  • વર્ષ 2019માં ભોપાલમાં 171 કિલોના બકરાએ કિંગ ઓફ ધ કિંગ હતો

મધ્યપ્રદેશ : બકરી ઇદને લઇને તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. બકરી ઇદનું સૌથી મોટુ આકર્ષણનું કેન્દ્ર બકરા હોય છે. બકરાને લોકો મહિનાઓ પહેલાથી ખરીદીને તેની ખાણીપીણી અને આરોગ્યનું ધ્યાન રાખવામાં આવે છે. શુક્રવારના રોજ બકરાને લઇને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું નામ કિંગ ઓફ ધ કિંગ રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હેવી વેઇટ બકરા શામેલ થયા હતા. જેમાં ભોપાલના કિંગ નામના બકરાએ કિંગ ઓફ કિંગનું ટાઇટલ જીત્યું હતું.

કિંગને મળ્યો કિંગ ઓફ ધ કિંગ

કિંગ ઓફ ધ કિંગની સ્પર્ધામાં 6 બકરા શામેલ થયા હતા. જેમાં પ્રથમ ક્રમાંકે આવનારા બકરાનું વજન 176 કિલો હતું, આ બકરાનું નામ કિંગ છે. કિંગને આ સ્પર્ધામાં કિંગ ઓફ ધ કિંગ ( King of the kings )નું ટાઇટલ મળ્યું હતું. કિંગ બકરાને સ્પર્ધા સ્થળ સુધી માલવાહક રીક્ષામાં લાવવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં જોડાયેલા અન્ય બકરાઓનું વજન 135 અને 155 કિલો વચ્ચે રહ્યું હતું.

2 લીટર દુઘ, દેશી ધી અને માખણ આરોગે છે આ કિંગ નામનો બકરો

હેવી વેઇટ કિંગનું ડાયટ પણ હેવી

2 વર્ષનો કિંગ બકરો પોતાના વજનને કારણે વધારે ચાલી શકતો નથી. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તેને ક્રેઇનની મદદથી ગુરૂવારની મોડી રાત્રે તેને ધાબા પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો. કિંગના માલિક આસિફ અલી નગર નિગમની કોલોની કાજી કેન્પમાં રહે છે. આસિફ અલીએ જણાવ્યું કે, બે વર્ષમાં કિંગ પહેલી વાર છતથી નીચે ઉતર્યો છે. તેમને કિંગના ખાવા પીવા પર વિશેષ ધ્યાન આપે છે. કિંગની ડાયટમાં 2 લીટર દુધ, 50 ગ્રામ શુદ્ધ ધી, દેશી ચણા, મકાઇ અને માખણનો સમાવેશ થાય છે. કિંગને જ્યારે છતથી નીચે ઉતારવામાં આવ્યો ત્યારે તેને જોવા માટે લોકોની ભીડ એકઠી થઇ ગઇ હતી.

બકરા-બકરી પાલન કરતા લોકોને પ્રોત્સાહિત કરવા માટે કાર્યક્રમનું આયોજન

ઉલ્લેખનીય છે કે, ભોપાલ એવું શહેર છે, જ્યાં લોકો બકરા પાળવાના શોખીન છે. બકરી ઇદ નિમિત્તે ભોપાલના બકરા મુંબઇ, પૂણે અને અન્ય શહેરોમાં મોકલવામાં આવે છે. બકરી-બકરી પાલન કરતી એક સંસ્થા બ્લેક શિપ ગોટ ફાર્મ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આકર્ષણનું કેન્દ્ર કિંગ રહ્યો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય બકરા-બકરી પાલન કરતા લોકોને પ્રોત્સાહિત કરવાનું હતું. આ કાર્યક્રમમાં 200 કિલોની ક્ષમતા ધરાવતા ઇલેક્ટ્રિક વજન કાંટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details