- નેપાળના અંતિમ રાજા કુંભનગરી હરિદ્વાર પહોંચ્યા
- અખાડાના સંતોને મળી તેમના આશીર્વાદ લીધા
- સોમવતી અમાવાસ્યા પર સંતો સાથે શાહી સ્નાન કરશે
હરિદ્વારઃ નેપાળના અંતિમ રાજા જ્ઞાનેન્દ્ર વીર વિક્રમ શાહ રવિવારે પહેલીવાર કુંભનગરી હરિદ્વાર પહોંચ્યા હતાં. જ્યાં તેઓ સોમવતી અમાવાસ્યા પર સંતો સાથે શાહી સ્નાન કરશે.
મંદિરમાં પૂજા-અર્ચના કરી
અહીં પહોંચ્યા બાદ તેમણે દક્ષિણ કાલી મંદિરમાં નિરંજની અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશનંદ ગિરી મહારાજ પાસેથી આશીર્વાદ લીધા હતા અને મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. રાજા જ્ઞાનેન્દ્ર અખાડાના સંતોને પણ મળ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા.
આ પણ વાંચોઃ ગુરુવારથી હરિદ્વાર મહાકુંભનો પ્રારંભ થયો
શાહી શોભાયાત્રામાં જોડાશે અને ગંગામાં સ્નાન કરશે
નેપાળના પૂર્વ રાજા સોમવારે નિરંજની અખાડાની શાહી શોભાયાત્રામાં જોડાશે અને ગંગામાં સ્નાન કરશે. આ પ્રથમ વખત છે કે, જ્યારે કોઈ દેશના પૂર્વ રાજા સંતો સાથે મહાકુંભ મેળામાં શાહી સ્નાન કરશે.
રાજા જ્ઞાનેન્દ્રએ પોતાને ભાગ્યશાળી ગણાવ્યાં
કુભ પ્રસંગે હરિદ્વાર પહોંચેલા રાજા જ્ઞાનેન્દ્રએ પોતાને ભાગ્યશાળી ગણાવ્યાં હતા. યાત્રાથી અભિભૂત થઈને નેપાળના રાજાએ કહ્યું કે, મારૂ સૌભાગ્ય છે કે, સંતોના દર્શનની સાથે તેઓ સોમવારે શાહી સ્નાન પણ કરશે.
આ પણ વાંચોઃ પરી અખાડાના પ્રમુખ સાધ્વી ત્રિકાલ ભવંતાએ હરિદ્વાર મહાકુંભ તંત્ર સામે કર્યા આક્ષેપ
રાજા જ્ઞાનેન્દ્ર નેપાળના પૂર્વ રાજા
સ્વામી કૈલાશનંદે કહ્યું કે, રાજા જ્ઞાનેન્દ્ર નેપાળના પૂર્વ રાજા છે, જે નારાયણ (ભગવાન) નો અવતાર છે. તેમણે કહ્યું કે માતા ભગવતી કાલીની પ્રાર્થના કરવાની સાથે રાજા જ્ઞાનેન્દ્રએ સંતોનો આશીર્વાદ પણ લીધા હતા.