લંડન : રાણી એલિઝાબેથના પુત્રએ શુક્રવારે સાંજે શોકગ્રસ્ત રાષ્ટ્રને સંબોધીત કર્યું હતું(King Charles addresses nation as first king and took oath). તેઓ માતાના ફોટોગ્રાફની બાજુમાં બેઠા હતા. સમ્રાટ ચાર્લ્સ III એ કહ્યું કે રાણીને મળેલ સ્નેહ, પ્રશંસા અને આદર તેના શાસનની ઓળખ બની ગઈ છે. તેમણે તેમના 'પ્રેમ, સ્નેહ, માર્ગદર્શન અને ઉદાહરણ' માટે તેમના 'વ્હાલા મમ્મી'નો આભાર માનીને તેમનું 'ઊંડું દુ:ખ' વ્યક્ત કર્યું હતું( KING CHARLES III HEARTFELT TRIBUTE TO QUEEN ELIZABETH II). તેમની 70 વર્ષની સેવા બદલ આભાર વ્યક્ત કર્યો. રાણીના અવસાન બાદ રાજવી પરિવાર અને દેશ શોકમાં છે. તેમના સંબોધનમાં, 73 વર્ષીય રાજાએ બ્રિટન, તેના પ્રદેશ અને કોમનવેલ્થની નિષ્ઠા અને સમર્પણ સાથે સેવા કરવાનું વચન આપ્યું હતું. રાણી એલિઝાબેથે જીવન સારી રીતે જીવ્યું, નિયતિએ તેનો માર્ગ અપનાવ્યો અને મને રાણીના મૃત્યુથી સૌથી વધુ દુઃખ થયું છે. આજે તેઓએ ફરી એકવાર બધાની આજીવન સેવાનું વચન આપું છે.
રાણી એલિઝાબેથના પુત્ર કિંગ ચાર્લ્સ IIIએ સંબોધન કરી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ કરી અર્પણ - રાણી એલિઝાબેથ II ને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ
રાણી એલિઝાબેથના પુત્ર અને અનુગામી, કિંગ ચાર્લ્સ III એ શુક્રવારે સાંજે શોકગ્રસ્ત રાષ્ટ્રને રાજા તરીકેના તેમના પ્રથમ ટેલિવિઝન સંબોધનમાં જણાવ્યું હતું કે રાણીએ તેમનું જીવન સંપૂર્ણ રીતે જીવ્યું હતું. તેમણે બ્રિટન અને તેની બહાર પણ આજીવન સેવાનું કાર્ય ચાલુ રાખવાનું વચન આપ્યું હતું. Queen Elizabeth II Dead Updates, Britains Longest Serving Monarch, death of Queen Elizabeth II, queen elizabeth 2 passes away, Queen Elizabeth II, KING CHARLES III HEARTFELT TRIBUTE TO QUEEN ELIZABETH II
રાષ્ટ્રને સંબાધન કરી શોક વ્યક્ત કર્યો તેમણે કહ્યું કે મારી માતાની યાદમાં હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને તેમની આજીવન સેવાનું સન્માન કરું છું. હું જાણું છું કે તેમના અવસાનથી ઘણાને દુઃખ થયું છે અને હું આ અપુરતી ખોટની લાગણી તમારી સાથે શેર કરું છું. રાણીના અંતિમ સંસ્કારની અંદાજિત તારીખ સૂચવતા કહ્યું કે એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં શ્રદ્ધાંજલિ આપવા માટે એકસાથે આવીશું. દુ:ખની આ ઘડીમાં તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યોને યાદ કરીએ અને તેમની પાસેથી શક્તિ મેળવીએ. તેમના ઐતિહાસિક સંબોધનમાં, ચાર્લ્સે યુનાઇટેડ કિંગડમ, કોમનવેલ્થની નિષ્ઠા અને સન્માન સાથે સેવા કરવાનું વચન આપ્યું હતું. તેમના પુત્ર અને અનુગામી પ્રિન્સ વિલિયમને પ્રિન્સ ઓફ વેલ્સ અને ડ્યુક ઓફ કોર્નવોલ તરીકે જાહેર કર્યા હતા.
લોકો થયા શોકાતૂર કિંગ ચાર્લ્સ, જેમણે તેમની માતા રાણી એલિઝાબેથ II ના મૃત્યુ પછી સિંહાસન સંભાળ્યું, ગુરુવારે સ્કોટલેન્ડના બાલમોરલ કેસલથી પાછા ફર્યા અને ભાવનાત્મક ભીડને તેમની સંવેદના આપી. શાહી દંપતિએ તાળીઓ અને લોકોના ઉત્સાહ માટે બકિંગહામ પેલેસ ખાતેના તેમના નવા ઘરમાં પ્રવેશ કર્યો. બકિંગહામ પેલેસે જણાવ્યું હતું કે સેન્ટ જેમ્સ પેલેસના સ્ટેટ એપાર્ટમેન્ટ્સમાં શનિવારે સ્થાનિક સમય પ્રમાણે સવારે 10 વાગ્યે રાજ્યાભિષેક કાઉન્સિલમાં ચાર્લ્સને ઔપચારિક રીતે રાજા તરીકે જાહેર કરવામાં આવશે. બ્રિટિશ ઈતિહાસમાં આ પહેલીવાર બનશે જ્યારે રાજ્યાભિષેક સમારોહનું ટેલિવિઝન પ્રસારણ થશે. જો કે, ચાર્લ્સે પહેલેથી જ શાહી ફરજો નિભાવવાનું શરૂ કરી દીધું છે અને તેમની પ્રથમ ઔપચારિક બેઠક દરમિયાન નવનિયુક્ત વડા પ્રધાન ટ્રસ સાથે રાણીના અંતિમ સંસ્કાર અંગે ચર્ચા કરી હતી. આ બેઠક રાજા તરીકે રાષ્ટ્રને તેમના પ્રથમ ટેલિવિઝન સંબોધન પહેલાં થઈ હતી.