- ખેડૂતોના આંદોલન સ્થળ પર લોહિયાળ જંગ જામ્યો
- 35 વર્ષીય યુવકનો હાથ કપાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો
- પોલીસે અજાણ્યા લોકો સામે ગુનો દાખલ કરી તપાસ આરંભી
સોનીપત: શુક્રવારે સવારે સિંઘુ બોર્ડર પર 35 વર્ષીય એક યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. હત્યા કર્યા બાદ તેના હાથ કાપીને મૃતદેહને આંદોલનના મુખ્ય મંચ પાસે બેરિકેડ પર લટકાવવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા કેટલાક વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ શખ્સને ત્યાં કાવતરાના ભાગરૂપે મોકલવામાં આવ્યો હતો. જેણે પણ આ શખ્સને ત્યાં મોકલ્યો હતો, તેણે પૂરતી ટ્રેનિંગ આપીને મોકલ્યો હતો.
વાઇરલ થયેલા વીડિયોમાં શું છે?
વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ યુવકે ત્યાં જઈને પવિત્ર ગુરૂ સાહિબના પાવન સ્વરૂપ અંગે ખરાબ ટિપ્પણીઓ કરી રહ્યો હતો. જેની જાણ થતા કેટલાક નિહંગાઓ તેને ઢસડીને મંચ તરફ લઈ જતા જોવા મળ્યા હતા. જ્યારબાદ તેની પૂછપરછ કરતી વખતે તેના હાથ કાપી નાંખ્યા હતા. વીડિયોમાં લોકો એમ પણ બોલતા જોવા મળ્યા હતા કે, જે પણ ગુરૂ સાહિબના સ્વરૂપોની અવમાનના કરશે, તેની સાથે પણ આ જ પ્રકારનો વ્યવહાર કરવામાં આવશે. આ સિવાય વીડિયોમાં પંજાબના લોકોને સચેત રહેવાનું પણ કહેવામાં આવ્યું હોવાની સ્પષ્ટપણે જાણી શકાય છે.
પોલીસને પણ સ્થળ સુધી ન જવા દેવાઈ