નવી દિલ્હીઃવેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડરકિરોન પોલાર્ડે (West Indies all-rounder Kieron Pollard) IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આની જાહેરાત કરી છે. હવે તેણે IPLમાંથી (Kieron Pollard retires from IPL) નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા છે. પોલાર્ડે નિવૃત્તિ માટે એક લાંબી પોસ્ટ લખી છે, જેમાં તેણે કહ્યું છે કે, તે હજુ થોડા વર્ષ રમવા માંગતો હતો પરંતુ મેનેજમેન્ટ સાથે વાત કર્યા પછી તેણે નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સના આ સ્ટાર ખેલાડીએ કરી નિવૃત્તિની જાહેરાત - કિરોન પોલાર્ડે IPLમાંથી નિવૃત્તિ લીધી
IPLના સૌથી મોટા ખેલાડીઓમાંથી એક કિરોન પોલાર્ડે ટૂર્નામેન્ટમાંથી નિવૃત્તિની (Kieron Pollard retires from IPL) જાહેરાત કરી છે. પોલાર્ડે લખ્યું કે, મુંબઈ ઈન્ડિયન્સે ઘણું બધું હાંસલ કર્યું છે
Etv Bharatકિરોન પોલાર્ડે આઈપીએલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ માટે આ ભૂમિકા ભજવશે
મુંબઈ ઈન્ડિયન્સના બેટિંગ કોચનું પદ સ્વીકાર્યું છે: કિરોન પોલાર્ડે (Kieron Pollard) મુંબઈ ઈન્ડિયન્સ સાથે 5 આઈપીએલ અને 2 ચેમ્પિયન્સ લીગ ટ્રોફી જીતી છે. કિરોન પોલાર્ડે લખ્યું કે, મુંબઈ ઈન્ડિયન્સે ઘણું બધું હાંસલ કર્યું છે અને હવે તેઓ પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છે. આ કોઈ ભાવનાત્મક વિદાય નથી કારણ કે, મેં મુંબઈ ઈન્ડિયન્સના બેટિંગ કોચનું પદ સ્વીકાર્યું છે.