મધ્યપ્રદેશ : મધ્યપ્રદેશની ખરગોનમાં પોલીસે નકલી નોટ છાપનારા બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી ચાર લાખની કરન્સી, સ્કેનર, પ્રિન્ટર અને અન્ય નોટ છાપવાની વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી છે. માસ્ટર માઈન્ડ IT એન્જિનિયર છે. કોરોના દરમિયાન તેણે નોકરી ગુમાવી દીધી હતી. જ્યારે તે ફ્રી હતો ત્યારે તેને ઓનલાઈન ગેમ્સ રમવાની લત લાગી ગઈ હતી. ઓનલાઈન ગેમની લતે તેને લાખો રૂપિયાનો દેવાદાર બનાવી દીધો હતો. લોન ચુકવવા માટે તેણે નકલી નોટો છાપવાનો ધંધો શરૂ કર્યો હતો.
આરોપીઓ આવી રીતે શિખ્યા નકલી નોટો બનાવવાનું અને પછી... - एमपी हिंदी न्यूज
મધ્યપ્રદેશમાં એક IT એન્જિનિયર નકલી નોટો છાપવાનું કામ કરતો હતો. પોલીસે દરોડો પાડીને તેની અને અન્ય એકની ધરપકડ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ માસ્ટર માઈન્ડની નોકરી જતી રહી હતી. ઓનલાઈન ગેમે તેને કરજદાર બનાવી દીધો હતો. લોન ચુકવવા માટે તેણે યુટ્યુબ પરથી નકલી નોટ્સ કેવી રીતે બનાવવી તે શીખી લીધું અને નોટ છાપાવાનું કામ શરૂ કર્યું હતું.
યુટ્યુબ પરથી નોટ છાપવાનું શીખ્યો - પોલીસને માહિતી મળી હતી કે શહેરમાં કેટલાક લોકો નકલી નોટો છાપી રહ્યા છે. પોલીસ શાસ્ત્રી નગરમાં પહોંચી અને રાકેશ ઉર્ફે પ્રકાશ જાધવ (32) અને વિકી ઉર્ફે વિવેક (25)ને પકડી લીધા હતા. રાકેશ આનો માસ્ટર માઈન્ડ છે. નોકરી ગુમાવ્યા પછી અને દેવું વધી ગયું હતું. તેના મગજમાં નકલી નોટો છાપવાની યોજના આવી હતી. તેણે યુટ્યુબ પરથી તેની પદ્ધતિ શીખી અને કામ કરવાનું શરૂ કર્યું હતું. છપાયેલી નોટોમાં પાંચસો, બસો અને સોની નોટોનો સમાવેશ થાય છે.
8 લાખ રૂપિયાની નકલી નોટો બજારમાં ઠલવાઈ - આરોપીઓ અસલી નોટનું વજન કરવા માટે 85 થી 90 ગ્રામના A-4 સાઈઝના કાગળનો ઉપયોગ કરતા હતા. આરોપી એટલો હોશિયાર હતો કે તે નકલી નોટો ઉપયોગ જમવા માટે ગ્રામ્ય વિસ્તારો અને પેટ્રોલ પંપમાં કરતા હતા. આરોપી અને તેના સાથીઓએ અત્યાર સુધીમાં 8 લાખ રૂપિયાની નકલી નોટો બજારમાં ચલાવી છે. નકલી નોટો ચલાવવા માટે 8 લોકોની અલગ ટીમ કામ કરતી હતી. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. પોલીસને આશંકા છે કે આ ધંધામાં વધુ લોકો સામેલ છે.