ખરગોન (મધ્યપ્રદેશ):ખરગોન જિલ્લામાં એક યુવકને ચોરીની (Khargone Mob Lynching) સજા આપતા તાલિબાનીની જેમ માર માર્યો હતો, જેનો વીડિયો હવે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ મામલે કાર્યવાહી કરીને પોલીસે તપાસના આદેશ આપ્યા છે. એક પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને સોયા ફૂડ કંપની (Youth Punished By Mob) સાથે સંબંધિત 4 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. યુવક સાથેની ક્રૂરતા એ હદ સુધી પહોંચી ગઈ કે, જ્યારે તેણે પોલીસને ન્યાય માટે અપીલ કરી (Youth Punished By Mob) તો ઉલટું એક પોલીસકર્મીએ તેના પર કૃત્ય કર્યું હતુ. યુવક વિશે અત્યાર સુધી મળેલી માહિતી મુજબ તે દલિત સમાજનો છે.
આ પણ વાંચો:ક્રૂરતાની હદ : માતાને ભાત સાથે ખવડાવ્યું પુત્રનું માંસ
અન્ડરવેર કાઢીને ધર્મની તપાસ કરાઈઃખરગોન જિલ્લા મુખ્યાલયથી (Khargone Youth Punished By Mob) લગભગ 70 કિલોમીટર દૂર આવેલા ઔદ્યોગિક વિસ્તાર નીમરાનીમાં કેટલાક લોકોએ ચોરીની શંકામાં એક યુવકની બેરહેમીથી મારપીટ કરી, એટલું જ નહીં, આરોપીઓએ યુવકને થાંભલા સાથે બાંધીને લાત મારી. તેને ખરાબ રીતે મારવામાં આવ્યો અને બાદમાં, તેના પર ચોક્કસ સમુદાયનો હોવાનો આરોપ લગાવીને, તેના આંતરવસ્ત્રો ઉતારી દીધા અને તેનો ધર્મ તપાસ્યો.