ખંડવા: મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં ત્રણ બહેનોએ ફાંસી (khandwa Sisters Suicide Case) લગાવીને આત્મહત્યા કરી લીધી છે. તેમના મૃતદેહ (Three Sisters Committed Suicide By Hanging in Khandwa)ફાંસીમાં લટકેલા મળી આવ્યા હતા. આ ઘટના મંગળવારે રાત્રે 3 વાગ્યે બની હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્રણેયના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ (Khandwa Civil Hospital) માટે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓએ મામલાની તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
આ પણ વાંચો: સરથાણામાં ફાયરીંગની ઘટનામાં નવો વળાંક, પતિને ડરાવવા પત્નીના મિત્રએ જ ફાયરીંગ કરાવ્યું
કોણ છે આ: આ ઘટના જિલ્લાના જવર પોલીસ સ્ટેશન વિસ્તારના કોટાઘાટ ગામની છે. જવાર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ શિવરામ જાટે જણાવ્યું કે, આ ત્રણેય બહેનોના નામ સોનુ, સાવિત્રી અને લલિતા છે. તેમના પિતા જામસિંહનું અવસાન થઈ ગયું છે. આ પરિવારમાં આઠ ભાઈ-બહેનો છે. આમાંથી બે બહેનોના લગ્ન થયા ન હતા.