ગુજરાત

gujarat

ETV Bharat / bharat

'KGF-2'ના અંતિમ સિનમાં મોટો ખુલાસો, ફિલ્મનો ત્રીજો પાર્ટ બનશે! - ફર્સ્ટ ડે ફર્સ્ટ શો

ફિલ્મનો પહેલો શો પૂરો થઈ (KGF chapter 2) ગયો છે અને ફિલ્મ જોઈ રહેલા દર્શકોએ સંકેત આપ્યા છે કે, KGFનો ત્રીજો ભાગ પણ આવશે. હવે દર્શકોમાં ઉત્સુકતા વધુ વધી ગઈ છે. ફિલ્મ KGF-ચેપ્ટર 1 અને 2 એ દર્શકોના દિલ જીતી લીધા છે.

'KGF-2'ના અંતિમ સિનમાં મોટો ખુલાસો, ફિલ્મનો બનશે ત્રીજો પાર્ટ
'KGF-2'ના અંતિમ સિનમાં મોટો ખુલાસો, ફિલ્મનો બનશે ત્રીજો પાર્ટ

By

Published : Apr 14, 2022, 3:25 PM IST

હૈદરાબાદ:રોકિંગ સ્ટાર યશની ફિલ્મ 'KGF-ચેપ્ટર 2' રિલીઝ થઈ (KGF chapter 2) ગઈ છે (KGF Chapter 2 released Date) અને થિયેટર દર્શકોથી ભરાઈ ગયા છે. એડવાન્સ બુકિંગ પ્રેક્ષકોએ 'ફર્સ્ટ ડે ફર્સ્ટ શો'ની મજા ઉઠાવી છે. આ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં હિટમેકર એસએસ રાજામૌલીની RRRને પણ પાછળ છોડી દીધી છે. પ્રથમ દિવસે ફિલ્મનો પહેલો શો પૂરો થઈ (KGF chapter 3) ગયો છે અને ફિલ્મ જોઈ રહેલા દર્શકોએ સંકેત આપ્યા છે કે, KGFનો ત્રીજો ભાગ પણ આવશે. હવે દર્શકોમાં ઉત્સુકતા વધુ વધી ગઈ છે. ફિલ્મ KGF: ચેપ્ટર 1 અને 2 એ દર્શકોના દિલ જીતી લીધા છે.

આ પણ વાંચો:Sonam Kapoor Home Theft: અભિનેત્રી સોનમ કપૂરના ઘરે થયેલી ચોરીનો પર્દાફાશ, નર્સે જ આ ઘટનાને આપ્યો અંજામ

#KGF3નો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ:ફિલ્મનો પહેલો શો પૂરો થયા બાદ #KGF3 હેશટેગ સોશિયલ મીડિયા પર ઘણો ટ્રેન્ડ કરી રહ્યો છે. ટ્વિટર પર એક પ્રશંસકે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ફિલ્મમાં વડાપ્રધાનની ભૂમિકામાં જોવા મળેલી અભિનેત્રી રવિના ટંડન એક ફાઇલ ખોલતી જોવા મળે છે. આ ફાઈલ ખોલતાની સાથે જ પ્રેક્ષકોમાં હોબાળો મચી ગયો હતો. આ ફાઇલ પર CIA લખેલું છે. આ ફાઈલ ડિલીટ થતા જ તેના પર KGF અને આગળ કેટલાક નંબર લખવામાં આવે છે.

'KGF' ભારતની પ્રથમ કન્નડ ફિલ્મ: હવે ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે 'KGF: ચેપ્ટર 3'ની તૈયારીઓ ચાલી રહી છે. અભિનેતા યશની ફિલ્મ 'KGF' ભારતની પ્રથમ કન્નડ ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્દેશન પ્રશાંત નીલ દ્વારા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:કેટરિના-વિકીની જેમ લગ્ન કરશે આલિયા-રણબીર! આ 6 વસ્તુઓ હશે ખાસ

ફિલ્મમાં બોલિવૂડના કલાકારો:ફિલ્મમાં યશ સિવાય બોલિવૂડના કલાકારો પણ જોવા મળશે, જેમાં સંજય દત્ત અને રવિના ટંડન જેવા 90ના દાયકાના હિટ સ્ટાર્સ છે અને પ્રકાશ રાજ પણ મુખ્ય ભૂમિકામાં છે.

ABOUT THE AUTHOR

...view details