કેરળ : અખિલ કાર્તિકેયન કલાડી સંસ્કૃત યુનિવર્સિટી કેમ્પસમાં રિસર્ચ સ્ટુડન્ટ છે. વિપરીત પરિસ્થિતિ સામે લડીને અભ્યાસ કરી રહેલા અખિલ માટે કામ કરવું જરૂરી છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી તેના સાથી મિત્રો અને પ્રોફેસર માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અખિલ કલાડી યુનિવર્સિટી કેમ્પસમાં પરોઠા માસ્ટર તરીકે ઓળખાઈ રહ્યો છે. જોકે અખિલની આ ખાસિયત પણ છે.
અખિલનું સંઘર્ષમય જીવન : કોલ્લમ જિલ્લાના સોરાનડનો રહેવાસી અખિલ 8 માં ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારથી નોકરી કરી રહ્યો છે. તેણે પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ કરીને પોતાનો અભ્યાસ કર્યો હતો. હાલમાં પણ રિસર્ચના અભ્યાસ સાથે કામ પણ ચાલુ છે. આ વખતે તેઓ જે યુનિવર્સિટી કેમ્પસમાં અભ્યાસ કરે છે ત્યાં જ કેન્ટીનમાં કામ કરી રહ્યા છે. પ્રતિકૂળ સંજોગો સામે લડતા પોતાની સખત મહેનતથી અખિલ એક સંશોધન વિદ્યાર્થી તરીકે ઉભરી આવ્યો છે. ગાવાનો અને પેઈન્ટિંગનો શોખ ધરાવતો અખિલ એક વાર સરળ જનાદેશ સાથે પંચાયત સભ્ય પણ બન્યો છે. અખિલ પાસે મલયાલમમાં અનુસ્નાતકની ડિગ્રી છે અને હવે તે કલાડી સંસ્કૃત યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યો છે.
અભ્યાસ સાથે નોકરી કરી : અખિલ મલયાલમ સિનેમાના ભાવનાત્મક વિકાસ અને માર્કેટની રાજનીતિ વિષય પર ડો. વત્સલન વથુસેરીના નિર્દેશન હેઠળ સંશોધન કરી રહ્યો છે. કલાડીમાં યુનિવર્સિટી કેમ્પસમાં આવ્યા બાદ અખિલને પોતાના અભ્યાસ અને અન્ય ખર્ચને પહોંચી વળવા નોકરી કરવી જરુરી હતી. પરંતુ નોકરી શોધવામાં ખૂબ જ સમસ્યા સામે આવી હતી. આ દરમિયાન કોલેજ કેન્ટીનમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરે નોકરી છોડી દીધી હતી. જ્યારે અખિલને કેન્ટીનમાં પરોઠા માસ્ટરની જગ્યા ખાલી હોવાની ખબર પડી ત્યારે તેણે કેન્ટીન મેનેજમેન્ટને જાણ કરી કે તે પરોઠા માસ્ટરની નોકરી કરવા તૈયાર છે.
પરોઠા માસ્ટર અખિલ : પરોઠા બનાવવા માટે ખૂબ જ સારી રસોઈ કુશળતા અને શારીરિક મહેનતની જરૂર પડે છે. શરૂઆતમાં કેન્ટીન સંચાલકોને અખિલની ક્ષમતાઓ પર શંકા હતી. એક દિવસ પ્રાયોગિક ધોરણે અખિલ સવારે પાંચ વાગ્યે કેન્ટીનમાં આવ્યો અને સ્વાદિષ્ટ પરોઠા તૈયાર કર્યા. છેલ્લા ચાર મહિનાથી અખિલનો દિવસ યુનિવર્સિટી કેમ્પસની કેન્ટીનમાંથી શરૂ થાય છે. અખિલ કહે છે કે પરોઠા બનાવવું સરળ કામ નથી. ઘણા શારીરિક શ્રમ સાથે લાંબા સમય સુધી ગરમ પરિસ્થિતિમાં કામ કરવું એ ખરેખર અઘરું કામ છે.
દરરોજ 300 પરાઠા બનાવે છે : અખિલ દરરોજ ત્રણસો પરોઠા બનાવે છે. તે સવારે 9:30 વાગ્યા પહેલા કોલેજની કેન્ટીનમાં પોતાનું કામ પૂરું કરે છે. ત્યારબાદ હોસ્ટેલમાં પહોંચીને સ્નાન કર્યા બાદ તૈયાર થાય છે. ત્યાર પછી સીધો પોતાની સંશોધન પ્રવૃત્તિ અને અભ્યાસમાં લાગી જાય છે. વિદેશમાં અભ્યાસ સાથે કામ કરવું એ કોઈ નવી વાત નથી. ત્યારે અખિલ માને છે કે, વિદેશ જેમ અહીં પણ કામ સાથે અભ્યાસ કરી શકાય છે. અખિલને પોતાની કામની સાથે સાથે અભ્યાસ કરવાની શૈલી પર ગર્વ છે.
અનોખો રિસર્ચ વિષય : અખિલે સંશોધન માટે એક અનોખો વિષય પસંદ કર્યો છે. તે હાલ મલયાલમ સિનેમાનો ભાવનાત્મક વિકાસ અને માર્કેટની રાજનીતિ વિષય પર રિસર્ચ કરી રહ્યો છે. આ અંગે અખિલે કહ્યું કે, આવા વિષયને સંશોધન વિષય તરીકે પસંદ કરવાનું કારણ સિનેમા ક્ષેત્રમાં તેની રુચિ છે. અખિલને તેના અભ્યાસ માટે તેના પરિવારનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે. અખિલ સુરનાડના રહેવાસી લીલા અને કાર્તિકેયનનો પુત્ર છે. તેમની પત્ની અનુશ્રી ચંદ્રન શ્રી શંકરાચાર્ય યુનિવર્સિટીમાં લેખક અને સંશોધક છે. અખિલ એક કેમ્પસ સિંગર અને સારો ચિત્રકાર છે. તેઓ પાંચ વર્ષ સુધી પોતાની જ પંચાયતના પંચાયત સભ્ય પણ રહ્યા હતા.
- મુંબઈમાં ધોરણ 11માં ભણતાં કિશોરે આત્મહત્યા કરી, મોબાઈલ ગેમ રમવા માટે પિતાએ ઠપકો આપેલો
- વૈશાલી એક્સપ્રેસ સહિત બે ટ્રેનોમાં આગની ઘટના મામલે તપાસનો ધમધમાટ, ઈટાવા રેલવેના તમામ સ્ટાફનું લેવાશે નિવેદન