કેરળ:કેરળના રાજ્યપાલનું ફેસબુક પેજ હેક કરવામાં આવ્યું છે. ગવર્નર આરિફ મોહમ્મદ ખાને ટ્વીટ કરીને આ જાણકારી આપી. કેરળ રાજભવન પીઆરઓએ એક નિવેદન જારી કરીને કહ્યું હતુ કે, "રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનનું ફેસબુક પેજ શનિવાર સવારથી હેક થયું હોવાનું જાણવા મળ્યું છે. (Kerala Gov Facebook page hacked)આ બાબતની જાણ કરવામાં આવી છે અને પેજને પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ છે."
કેરળ રાજભવનના PROનુ ટ્વીટ:
ગયા મહિને, કેરળના રાજ્યપાલે આરોપ મૂક્યો હતો કે, ડિસેમ્બર 2019 માં કન્નુર યુનિવર્સિટીમાં આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં કામ કરતા એક વરિષ્ઠ નેતા તેમના પર થયેલા હુમલામાં સામેલ હતા. આ દરમિયાન રાજ્યપાલ આરિફે કહ્યું કે, કન્નુરમાં ઘણા પોલીસ કર્મચારીઓની હાજરીમાં મારા પર હુમલો કરવામાં આવ્યો હતો.