ગુજરાત

gujarat

Kerala News : કેરળની NIA કોર્ટે પ્રોફેસરના હાથ કાપવાના કેસમાં વધુ 6 આરોપીઓને દોષિત જાહેર કર્યા, આવતીકાલે થશે સજા

By

Published : Jul 12, 2023, 7:52 PM IST

વિશેષ NIA કોર્ટે પ્રોફેસર ટીજે જોસેફના હાથ કાપવાના કેસમાં છ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. કોર્ટે પાંચ લોકોને શફીક, અઝીઝ, ઝુબેર, મોહમ્મદ રફી અને મન્સૂરને નિર્દોષ જાહેર કર્યા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો...

kerala-ernakulam-prof-tj-josephs-hand-hacked-case-nia-court-found-six-more-guilty
kerala-ernakulam-prof-tj-josephs-hand-hacked-case-nia-court-found-six-more-guilty

કોચી:થોડુપુઝા ન્યુમેન કોલેજના શિક્ષક પ્રોફેસર ટીજે જોસેફનો હાથ કાપવાના કેસમાં એનઆઈએની વિશેષ અદાલતે છ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. આ કેસમાં પાંચ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટે સજલ, નાસિર, નજીબ, નૌશાદ, મોતીન કુંજ અને અયુબને દોષી ઠેરવ્યા હતા. કોર્ટે સ્વીકાર્યું કે સજલ કાવતરા સહિતના ગુનામાં સીધી સહભાગી છે. સાથે જ કોર્ટે નાસિરને માસ્ટર માઇન્ડ ગણાવ્યો છે.

આવતીકાલે થશે સજા: કોર્ટે કહ્યું કે આરોપીઓ દયાને પાત્ર નથી. કોર્ટ આ કેસમાં ગુરૂવારે એટલે કે આવતીકાલે બપોરે 3 વાગ્યે સજા સંભળાવશે. આ કેસમાં આરોપી બનાવવામાં આવેલા શફીક, અઝીઝ, ઝુબેર, મોહમ્મદ રફી અને મન્સૂરને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. પ્રોફેસર ટીજે જોસેફ પર થોડુપુઝા ન્યુમેન કોલેજમાં 23 માર્ચ, 2010ના રોજ લેવાયેલી પરીક્ષાના પ્રશ્નપત્રમાં કથિત રીતે ઈશનિંદાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જે બાદ 4 જુલાઈ 2010ના રોજ આરોપીએ તેનો હાથ કાપી નાખ્યો હતો. ચર્ચમાંથી પરત ફરતી વખતે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.

31 લોકોને આરોપી: NIAએ આ કેસમાં તપાસ કર્યા બાદ કોર્ટને જણાવ્યું હતું કે આરોપીને ગુના માટે વિદેશી સહાય મળી હતી. આરોપીઓને ઘટના પહેલા અને પછી સ્થાનિક સમર્થન પણ મળ્યું હતું. NIAએ આ કેસમાં કુલ 31 લોકોને આરોપી બનાવ્યા હતા. 30 એપ્રિલ 2015ના રોજ, કોચીની NIA કોર્ટે 13 લોકોને દોષિત જાહેર કર્યા હતા. ત્યારબાદ કોર્ટે 18 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા.

UAPAની કલમો: આ નિર્ણય બાદ પણ NIAએ કેટલાક વધુ લોકોની ધરપકડ કરી હતી. બીજા તબક્કામાં કુલ 11 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ 11માંથી 6 આરોપીઓને આજે કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે શોધી કાઢ્યું હતું કે દોષિત ઠરેલા છ લોકો પ્રોફેસર ટીજે જોસેફની હત્યામાં સીધા સામેલ હતા. NIAએ કોર્ટને જણાવ્યું હતું કે તમામ આરોપીઓ પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટના કાર્યકર્તા હતા. જેમના પર UAPAની કલમો લગાવવામાં આવી હતી.

  1. Delhi News : CBI, ચૂંટણી પંચ અને હવે EDના ડિરેક્ટરોની નિમણૂકમાં મોટો ફેરફાર
  2. Wrestler Sexual Harassment : જાતીય સતામણી કેસની ચાર્જશીટમાં મહત્વપૂર્ણ ખુલાસા, બ્રિજભૂષણની મુશ્કેલી વધશે ?

ABOUT THE AUTHOR

...view details