તિરુવનંતપુરમ: કેરળમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર શુક્રવારે વહેલી સવારે નશામાં ધૂત એક વ્યક્તિને પોલીસ સ્ટેશન લઈ ગયો, તે દરમિયાન તે વ્યક્તિએ ગુસ્સામાં એક પોલીસકર્મીના જમણા કાનને કાપી નાખ્યો હોય તેવી ઘટના સામે આવી છે. શુક્રવારે કાસરગોડમાં ટુ-વ્હીલર અકસ્માતમાં સામેલ નશામાં રહેલા સ્ટેની રોડ્રિક્સે અકસ્માત સ્થળે હંગામો મચાવ્યો હતો, જેના કારણે ટ્રાફિકને અસર થઈ હતી. ટ્રાફિકના સરળ પ્રવાહને સુનિશ્ચિત કરવા માટે સ્થળ પર પહોંચેલી પોલીસ ટીમે સ્ટેની રોડ્રિગ્સને પકડી લીધો અને તેને પોલીસ સ્ટેશન લઈ જવાનું નક્કી કર્યું.
આ પણ વાંચોDelhi Kajhawala Case: અકસ્માત સમયે નશામાં હતી અંજલી, વિસેરા રિપોર્ટમાં થયો ખુલાસો
પોલીસકર્મીનો કાન કાપી નાખ્યો:તેને પોલીસ સ્ટેશન લઈ જતી વખતે તેણે ગુસ્સામાં સબ ઈન્સ્પેક્ટર વિષ્ણુનાથનો જમણો કાન કાપી નાખ્યો હતો. જે બાદ વિષ્ણુનાથને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને પ્રાથમિક સારવાર બાદ મોટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, રોડ્રિગ્સ પર દારૂ પીને ઉપદ્રવના કેટલાક કેસ નોંધાયેલા છે, તેની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચોRajkot Crime : રાજકોટના વેપારીનું જોહાનિસબર્ગમાં અપહરણ, ખંડણી અને છૂટકારાની દિલઘડક વાત, રાજકોટ પોલીસની મધ્યસ્થી
અગાઉ પણ બની ચુક્યો છે આવો કિસ્સો:ગયા વર્ષે આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જેમાં નાગપુરના એક વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં આરોપીને વીડિયો શૂટ કરતા રોકવાનો પ્રયાસ કર્યા બાદ પોલીસકર્મીને કરડી લીધું હતું. આ ઘટના સપ્ટેમ્બર 2022માં ઉમરેડ તહસીલના મકરધોકડા પોલીસ સ્ટેશનમાં બની હતી. આ પછી, વ્યક્તિ તેના ટુ-વ્હીલર પર સ્થળ પરથી ભાગી ગયો હતો.