ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Kerala Crime : લો પત્નીએ કબૂલ્યું કે તેણે પતિની હત્યા કરી છે, પોલીસે જીવતો શોધી કાઢ્યો, શું છે મામલો જૂઓ

કેરળના થોડુપુઝામાં દોઢ વર્ષથી ગુમ યુવાનના કેસમાં આશ્ચર્યજનક વળાંક આવ્યો છે. ગુમ થયેલા યુવકની પત્નીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી તે તેણે પતિ નૌશાદની હત્યા કરી હતી. તો બીજીતરફ નૌશાદને જીવતો ગોતી લેવાયો હતો. અનેક વળાંકોવાળો આ કેસ શું છે વધુ વાંચો.

Kerala Crime : લો પત્નીએ કબૂલ્યું કે તેણે પતિની હત્યા કરી છે, પોલીસે જીવતો શોધી કાઢ્યો, શું છે મામલો જૂઓ
Kerala Crime : લો પત્નીએ કબૂલ્યું કે તેણે પતિની હત્યા કરી છે, પોલીસે જીવતો શોધી કાઢ્યો, શું છે મામલો જૂઓ

By

Published : Jul 28, 2023, 9:33 PM IST

નૌશાદ જીવતો મળી ગયો

થોડુપુઝા : કેરળના થોડુપુઝા નૌશાદ નામના 36 વર્ષીય યુવકના ગુમ થવાના કેસમાં આશ્ચર્યજનક વળાંક આવી ગયો હતો. અલબત્ત યુવક જીવતો મળી આવ્યો છે તે પોલીસ માટે રાહતની વાત બની ગઇ હતી. નૌશાદ છેલ્લા દોઢ વર્ષથી પથાનમથિટ્ટાના કલંજૂરથી ગુમ હતો તેની અગાઉ હત્યા થઈ હોવાની આશંકા હતી. તેની પત્ની અફસાનાએ ગઈ કાલે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેણે તેના પતિની હત્યા કરી છે. પરંતુ આશ્ચર્યજનક વળાંકમાં પોલીસે થોડુપુઝા નજીક થોમ્માનકુથુમાંથી નૌશાદને જીવતો શોધી કાઢ્યો હતો.

પોલીસને શંકા તો હતી જ : નૌશાદના ગુમ થવાના કેસની તપાસ કરી રહેલી પોલીસ ટીમ ગઈકાલે સાંજ સુધી મૂંઝવણમાં હતી. ગઈકાલે તેની પત્ની અફસાનાએ પોલીસને નિવેદન આપ્યું હતું કે દોઢ વર્ષ પહેલાં ગુમ થયેલા નૌશાદની હત્યા તેણે જ કરી છે. પરંતુ નૌશાદની પત્ની અફસાના પોતાનું નિવેદન બદલતી રહી ત્યારે પોલીસ ટીમ હેરાન થઈ ગઈ હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલા પરીક્ષણોમાં કોઈ નોંધપાત્ર પુરાવા ન મળતાં નૌશાદ જીવતો હોવાની પોલીસને શંકા હતી. ગઈકાલે પોલીસે નૌશાદના મૃતદેહને શોધવા માટે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તે નિષ્ફળ રહી હતી.

નૌશાદ માટે ગુમનામ બની ગયો : નૌશાદે પોલીસને જણાવ્યું હતું કે તેને ડર હતો કે તેની પત્ની તેના જીવને નુકસાન પહોંચાડી શકે છે અને તેથી જ તે દોઢ વર્ષ પહેલાં તેના વતનથી ભાગી ગયો હતો. તે થોડુપુઝા નજીક થોમ્માનકુથુમાં રહેતો હતો અને ત્યાં રોજીંદા મજૂર તરીકે કામ કરતો હતો. તેણે પોલીસને પણ જાણ કરી હતી કે તે ગુમ થયેલા કેસ અને પોલીસની શોધથી તદ્દન અજાણ છે. નૌશાદે દાવો કર્યો હતો કે તે કોઈ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો ન હતો અને તેણે તેની હત્યા કરી હોવાના તેની પત્નીના દાવાથી તે તદ્દન અજાણ હતો. છેલ્લા દોઢ વર્ષથી નૌશાદ તેના સંબંધીઓ સાથે સંપર્કમાં ન હતો. થોમ્મનકુન્નુના સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી કે નૌશાદ જીવિત છે અને તેમની નજીક રહે છે. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તેને પોતાની સાથે લઈ ગઈ હતી.

નૌશાદને ડીવાયએસપી ઓફિસ લઇ ગયાં : થોડુપુઝા પોલીસ નૌશાદને ડીવાયએસપી ઓફિસ લઈ ગઈ હતી. ગુમ કેસમાં આગળની કાર્યવાહી માટે કુડાલની એક પોલીસ ટીમ થોડુપુઝા પહોંચી હતી. નૌશાદની પત્ની અફસાનાએ આખરે નૌશાદના ગુમ થવા અંગેની જુબાની આપી હતી કે તેણે તેના મિત્ર નસીરની મદદથી માલસામાનના વાહનમાં મૃતદેહને લઇ ગઇ હતી.પોલીસ દ્વારા તેની પણ પૂછપરછ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે અફસાનાનો દાવો કે તેણે નૌશાદનો મૃતદેહ ઓટોમાં લઇ ગઇ હતી તે ખોટો હતો.

નૌશાદના પિતાની ફરિયાદ : નૌશાદના પિતા અશરફની ફરિયાદ મુજબ, કુડલ પોલીસ ગુમ કેસની તપાસ કરી રહી હતી. તેના પિતાના જણાવ્યા મુજબ, નૌશાદ 1લી નવેમ્બર 2021થી ગુમ થયો હતો. દરમિયાન, કુડાલ એસઆઈ શેમીમોલને મળેલી માહિતીના આધારે નૌશાદની પત્ની અફસાનાને ગઈકાલે પોલીસ સ્ટેશન પર બોલાવવામાં આવી હતી અને તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. અફસાનાને તેના પહેલાના દાવા વિશે પૂછપરછ કરવા સ્ટેશન પર બોલાવવામાં આવી હતી કે તેણે નૌશાદને ત્રણ દિવસ પહેલા અદૂરમાં જોયો હતો. પૂછપરછ દરમિયાન તેણીએ વિરોધાભાસી વાત કરી હતી અને દાવો કર્યો હતો કે તેણે નૌશાદને મારી નાખ્યો હતો અને દફનાવ્યો હતો. બાદમાં કોની ડીવાયએસપીએ પણ મહિલાની પૂછપરછ કરી હતી.

મૃતદેહની ગોતાગોત કરાવી : અફસાનાને તે તમામ સ્થળોએ લઈ જવામાં આવી હતી જ્યાં મૃતદેહ છુપાવવામાં આવ્યો હોવાનું કહેવાય છે પરંતુ આ શોધ નિષ્ફળ રહી હતી. અફસાના દ્વારા નિર્દેશિત તમામ સ્થળો ખોદવામાં આવ્યા હતાં. રસોડા સહિત બે રૂમ ખોદી નાખ્યાં, જ્યાં અફસાનાએ જણાવ્યું કે મૃતદેહને દફનાવવામાં આવ્યો હતો. ઘરની પાછળના યાર્ડમાં કચરો નાખવા માટેનો ખાડો પણ તપાસવામાં આવ્યો હતો, પરંતુ કંઈ મળ્યું ન હતું. નૌશાદના લોહીના ડાઘાવાળા શર્ટના ભાગો આંગણામાં સળગી ગયેલા મળી આવ્યાં હતાં. અફસાનાના નિવેદન મુજબ તેઓ અદૂર પરુથીપરામાં ભાડાના મકાનમાં માત્ર ત્રણ મહિનાથી સાથે હતાં અને નૌશાદ નિયમિત રીતે દારુ પીતો અને મારતો હતો. અફસાના પર ભારતીય દંડ સંહિતાની કલમ 177, 182 (પોલીસને ગેરમાર્ગે દોરવા), 201 (પુરાવાઓનો નાશ) અને 297 (ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે કબર પર અતિક્રમણ, મૃત શરીરનું અપવિત્ર અને અભદ્ર વર્તન)નો આરોપ મૂકવામાં આવ્યો હતો.

અફસાના જૂઠું કેમ બોલી તેની તપાસ : હાલમાં જેલમાં રહેલી અફસાનાને પોલીસ કસ્ટડીમાં લઈ જૂઠાણાં પરીક્ષણ સહિતની વૈજ્ઞાનિક તપાસ હાથ ધરશે તેવા સંકેતો મળી રહ્યા છે. અફસાનાએ પોલીસને નિવેદન આપ્યું હતું કે તેણે નૌશાદની હત્યા કરીને તેને દફનાવી દીધો હતો, પરંતુ પુરાવાના અભાવને કારણે તેની સામે હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો ન હતો. ગુમ થવાના કેસમાં આ નવો વળાંક આવ્યા બાદ અફસાનાએ શા માટે જૂઠું બોલ્યું અને હત્યાની કબૂલાત કરી છે પણ પોલીસ તપાસ કરવામાં આવશે.

  1. UP Crime : પીલીભીતમાં ભયાનક હત્યાનો ખુલાસો, અવૈદ્ય સંબંધમાં પતિને પતાવી દીધો
  2. Surat Crime News : કીમ ગામે ઓઢણી અને ટાઈ વડે હાથ-પગ બાંધેલી હાલતમાં મળી સગીરા, પૂછપરછમાં થયો મોટો ખુલાસો
  3. Rajsthan News: જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાકિસ્તાની યુવતી ઝડપાઈ, ત્રણ વર્ષ પહેલા આવી હતી ભારત

ABOUT THE AUTHOR

...view details