કોઝિકોડ (કેરળ):કોઝિકોડ જિલ્લાના નાદાપુરમમાં બનેલી એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં એક વ્યક્તિએ મધ્યરાત્રિની આસપાસ એક મહિલાના ઘરમાં ઘૂસીને તેને સળગાવવાનો (Death of a young man by arson) પ્રયાસ કર્યો હતો. આ ઘટના મંગળવારે સવારે 2 વાગ્યે બની હતી. મૃતકની ઓળખ વલયમના રહેવાસી રત્નેશ (41) તરીકે થઈ છે.
આ પણ વાંચો :જામનગર પોલીસ જવાન પર હુમલો, જાણો વિગતવાર...
દરવાજો તોડીને તેના રૂમમાં આગ લગાવી :મહિલાના ઘરે પહોંચ્યો જે તેના ઘરથી અડધો કિલોમીટર દૂર છે. ઘરના આંગણામાં મુકેલી લોખંડની સીડીનો ઉપયોગ કરીને તે બે માળની બિલ્ડીંગના ઉપરના માળે પહોંચી દરવાજો તોડીને તેના બેડરૂમમાં આગ લગાવી દીધી હતી.
આ પણ વાંચો :Misdeeds in Ahmedabad : પ્રેમીએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, પ્રેમી સાથે રહેવા પરિણીતાએ છૂટાછેડા લીધાં હતાં
મહિલાને આગ લગાવી :આગ જોઈને પાડોશીએ સ્થાનિક લોકોને જાણ કરી હતી. તેઓ દોડીને ઘરે આવ્યા, ત્યારે તેણે નીચે આવીને આખા શરીરે પેટ્રોલ નાંખીને આગ લગાવી દીધી હતી. આગ આખા શરીરમાં ફેલાઈ ગઈ હતી. મહિલા તેનો ભાઈ અને તેની પત્ની ઈજાગ્રસ્ત થયા હતા. તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મહિલાના લગ્ન એપ્રિલમાં થવાના હતા.