તિરૂવનંતપુરમ: કેરળના કોઝિકોડમાં 12 વર્ષીય છોકરાને નિપાહ વાયરસના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.સ્વાસ્થ્ય વિભાગે શનિવારે જણાવ્યું હતુ કે, " રાજ્ય સરકારે નિપાહ વાયરસનો શંકાશીલ કેસ મળ્યાની સુચના બાદ શનિવારે સ્વાસ્થ્ય અધિકારીઓની મોડી રાતે બેઠક થઈ. જોકે રાજ્ય સરકાર દ્વારા આધિકારીક રીતે રાજ્યમાં નિપા વાયરસની હાજરીની ઘોષણા કરવામાં નથી આવી. સ્વાસ્થ્ય પ્રધાન વીણી જોર્જ પરિસ્થિતિનુ નિરિક્ષણ કરવા કોઝીકોડ પહોંચી શકે છે.
કેરળ: શંકાસ્પદ નિપાહ વાયરસ ચેપના કારણે 12 વર્ષનાં બાળકનું મોત - કેરળ
કેરળના કોઝીકોડની એક હોસ્પિટલમાં નિપાહ વાયરસ ચેપના લક્ષણો સમાન એક 12 વર્ષીય છોકરાનું રવિવારે સવારે મૃત્યુ થયું હતું.
કેરળ: શંકાસ્પદ નિપાહ વાયરસ ચેપના કારણે 12 વર્ષનાં બાળકનું મોત
દક્ષિણ ભારતમાં નિપાહ વાયરસની બિમારીનો કેસ કોઝિકોડમાં 19 મે 2018માં આવ્યો હતો.રાજ્યમાં 1 જૂન 2018 સુધી આ વાયરસના કારણે 17 લોકોના મૃત્યુ થઈ ગયા હતા અને 18 કેસો નોંધાયા હતા.