- દેશમાં ઘેરાતુ વીજળી સંકટ, પંજાબમાં વીજળી પર કાપ
- કોલસાની તંગીના કારણે દિલ્હીમાં પણ પ્લાન્ટ્સ બંધ થવાની શક્યતા
- મોટાભાગના પ્લાન્ટ્સમાં 1થી 2 દિવસનો જ સ્ટોક
દિલ્હી: ભારતમાં વીજળીનું સંકટ (Power crisis In India) વધવાની શક્યતા છે. દેશના અનેક પાવર પ્લાન્ટ (Power Plants) કોલસાની તંગીના કારણે બંધ થઈ ગયા છે. મહારાષ્ટ્ર (Power Crises In Maharashtra)માં લોકોને વીજળીનો ઓછો વપરાશ કરવાની અપીલ કરવામાં આવી રહી છે. તો પંજાબ (Power Crises In Punjab)માં 3 કલાક વીજળી પર કાપ મૂકવામાં આવી રહ્યો છે. આ દરમિયાન રાજધાની દિલ્હીમાં પણ વીજળીનું સંકટ વધતું જઈ રહ્યું છે. કોલસાની તંગીના કારણે દિલ્હીમાં પણ પ્લાન્ટ બંધ થવાની વાત કહેવામાં આવી રહી છે.
મોટાભાગના પ્લાન્ટમાં 1થી 2 દિવસનો સ્ટોક
દિલ્હી સરકારના ઊર્જા પ્રધાન સત્યેન્દ્ર જૈને જણાવ્યું કે, કોઈપણ પાવર પ્લાન્ટમાં કોલસાનો સ્ટોક કોઈપણ સ્થિતિમાં 15 દિવસથી ઓછો ન હોવો જોઇએ, જ્યારે હકીકત એ છે કે મોટાભાગના પ્લાન્ટમાં 1થી 2 દિવસનો સ્ટોક બચ્યો છે. NTPC જે સૌથી વધારે વીજળી બનાવે છે આજે તેના સૌથી વધારે પ્લાન્ટ 55 ટકા કેપિસિટી પર ચાલી રહ્યા છે. થર્મલ પાવર પ્લાન્ટ્સમાં કોલસાની મોટી સમસ્યા છે, ત્યારે જ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાને વડાપ્રધાનને પત્ર લખ્યો છે કે, પંજાબમાં વીજળી કટ થઈ રહી છે, વીજળીની સમસ્યા છે તે માનવું જોઇએ.
કેન્દ્રના NTPC પ્લાન્ટ્સથી દિલ્હીને ફક્ત 55 ટકા જ સપ્લાય મળી રહ્યો છે
સત્યેન્દ્ર જૈને દાવો કર્યો છે કે, દિલ્હીની પીક ડિમાન્ડ અત્યારે 7,400 મેગાવોટ પર ગઈ હતી, કાલે પીક ડિમાન્ડ 4,562 મેગાવોટ હતી. તેમ છતાં સંપૂર્ણ સપ્લાય નથી મળી રહ્યો. તેમણે કહ્યું કે, કેન્દ્રના NTPC પ્લાન્ટ્સથી દિલ્હીને લગભગ 4 હજાર મેગાવોટનો સપ્લાય મળે છે. હજુ આમાં ફક્ત 55 ટકા સપ્લાય જ મળી રહ્યો છે. કમીને પૂર્ણ કરવા માટે દિલ્હીના ત્રણેય ગેસ પ્લાન્ટ્સ ચલાવવામાં આવી રહ્યા છે.
દિલ્હીનું NTPC સાથે 3.5થી 4 હજાર મેગાવોટનું એગ્રીમેન્ટ
સત્યેન્દ્ર જૈને જણાવ્યું કે, દિલ્હીનો કોલસાથી ચાલનારો પોતાનો પ્લાન્ટ નથી. અહીં 3 હાઇડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટ છે જે ગેસ પર ચાલે છે. આ ત્રણેયની કેપિસિટી રોજના 1900 મેગાવોટની છે, પરંતુ હજુ 1300 મેગાવોટ પ્રોડક્શન જ થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે, વીજળી માટે દિલ્હી કેન્દ્ર પર નિર્ભર છે, આ કારણે પરચેજ એગ્રીમેન્ટ હેઠળ દિલ્હી NTPCના પ્લાન્ટથી ખરીદે છે જે બીજા રાજ્યોમાં છે. તેમણે જણાવ્યું કે, દિલ્હીનું NTPC સાથે 3.5થી 4 હજાર મેગાવોટનું એગ્રીમેન્ટ છે. ભલે NTPCના આ પ્લાન્ટ દિલ્હીમાં નથી, પરંતુ એગ્રીમેન્ટ પ્રમાણે વીજળી લેવી અમારો હક છે, આ કારણે અમે પ્લાન્ટ્સમાં કોલસાના પુરવઠામાં વિક્ષેપ પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છીએ.
ગેસ પર નિર્ભરતા વધી
કોલસાની તંગીના કારણે વીજળીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ગેસ પર નિર્ભરતા વધી રહી છે, પરંતુ ગેસની તંગીની વાત પણ કહેવામાં આવી રહી છે. 9 ઑક્ટોબરના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો. તેમણે થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસાની તંગી અને કોલસાના વર્તમાન સ્ટોકની જાણકારી આપી. સાથે જ કહ્યું કે, આ સ્થિતિમાં ગેસ આધારિત પાવર પ્લાન્ટ પર નિર્ભરતા વધી છે, પરંતુ એટલો ગેસ નથી કે પાવર પ્લાન્ટ પોતાની સંપૂર્ણ ક્ષમતા પર ચાલી શકે. આમાં તેમણે 3 માંગો કરી હતી.
- બીજા પ્લાન્ટથી કોલસો દાદરી અને ઝજ્જર પ્લાન્ટ મોકલવામાં આવે.
- બવાના, GTPS અને પ્રગતિ મેદાન (IP), આ ત્રણેય ગેસ પ્લાન્ટને પુરતો ગેસ આપવામાં આવે.
- ઇલેક્ટ્રિસિટી એક્સચેન્જમાં નફાખોરી ન થાય તે માટે 20 રૂપિયા પ્રતિ યુનિટ વીજળી વેચવાના મહત્તમ રેટ નક્કી કરવામાં આવે.
કેન્દ્ર સરકારે કહ્યું- કોલસાની તંગી નથી
જો કે કેન્દ્ર સરકાર કોલસાની તંગી ન હોવાની વાતો કરી રહી છે. કેન્દ્રીય ઊર્જા પ્રધાન આર.કે. સિંહે રવિવારના પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, આવી કોઇ ક્રાઇસિસ હતી જ નહીં, આને જાણી જોઇને બનાવવામાં આવી છે. આર.કે. સિંહે કહ્યું હતું કે, "જેટલા પાવરની જરૂર હશે અમે એટલો પાવર સપ્લાય કરીશું. આજે આપણી પાસે 4.5 દિવસનો કોલસાનો સ્ટોક છે. તો એવું કહેવું કે જેટલા કોલસાની જરૂર હતી એટલો નથી મળ્યો એ કહેવું ગેરમાર્ગે દોરનારું છે. તમારે જેટલો જોઇએ એટલો મળશે." જો કે તેમણે એ પણ કહ્યું કે, પહેલાની માફક 17 દિવસનો સ્ટોક નથી, પરંતુ સવા ચાર દિવસનો સ્ટોક નથી.