નવી દિલ્હીઃમણીપુરમાં મહિલાને નગ્ન કરીને જે પ્રકારના અડપલા કરવામાં આવે છે. એ જોઈને ભલભલાનું માથુ શરમથી નમી જાય. સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે, આ તમામને પકડીને આકરી સજા ફટકારો, કેટલાક યુઝર્સ તો ફાંસીની સજા સુધીની માંગ કરી રહ્યા છે. આ વિષયને લઈને આમ આદમી પાર્ટી સુપ્રીમો કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કર્યા છે. તેમણે એવું કહ્યું કે, વડાપ્રધાન મોદી એક નબળા નેતા છે. જ્યારે કોઈ ગંભીર મુદ્દો દેશની પ્રજાને અસર કરતો હોય છે એ સમયે વડાપ્રધાન ચુપ કેમ હોય છે? એ શા માટે ગેરહાજર હોય છે? આ એક નબળા નેતાની નિશાની છે.
Manipur Violence: કેજરીવાલે કહ્યું, મોદી એક નબળા નેતા, મણીપુર હિંસા મુદ્દે ચુપ કેમ છે? -
મણીપુરમાં થયેલી હિંસાને લઈને કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સવાલ ઊભા કર્યા છે. મણીપુરમાં હિંસા બાદ યુવતીઓને નગ્ન કરીને ખેતરમાં લઈ જવામાં આવે છે. એવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. જેને આખા દેશની પ્રજાનું માથું નમાવી દીધુ હતું. ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળુ મારવા જેવો આ ઘાટ છે.
આવું વલણ હોય?વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મણીપુરમાં બનેલી ઘટનાને લઈને જે વલણ છે એ સવાલ કરે છે. છેલ્લા ઘણા મહિનાઓથી મણીપુરની સ્થિતિ સારી નથી. હાલાત ખરાબ છે. આ પહેલા વડાપ્રધાન મોદી આ મુદ્દે કંઈ બોલ્યા નથી. જે વીડિયો સામે આવ્યો છે એને દેશની પ્રજાને હચમચાવી મૂકી છે. પ્રજાની આત્માને આંચકો લાગ્યો છે. હવે એવી જાણ થઈ રહી છે કે, આ વીડિયો તો દોઢ મહિના પહેલાનો છે. તો અત્યાર સુધી ત્યાંની સરકારે કંઈ કર્યું જ નથી. આ તો ખરેખર ગુનો છે. એવામાં મણીપુરના મુખ્યપ્રધાનનું એવું નિવેદન સામે આવે છે કે, આ કોઈ એક ઘટના નથી, આ પ્રકારની ઘટના તો દરરજો બનતી હોય છે. આ પ્રકારના નિવેદનનો અર્થ એ છે કે, આવું તો મણીપુરમાં દરરોજ બની રહ્યું છે. હજુ સુધી સરકારે કોઈ પ્રકારની કામગીરી કરી જ નથી.
ચુપ રહેવાથી કામ થાય?દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલનું નિવેદન એક એવા સમયે આવ્યું કે, જ્યારે તેઓ એક કાર્યક્રમમાંથી બહાર આવી રહ્યા હતા. મીડિયા સામે કહેલી આ વાતના પડઘા પડી રહ્યા છે. દિલ્હીની રાજનીતિમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. કેજરીવાલનું એવું પણ કહેવું છે કે, આવી ઘટનાઓની ગંભીર નોંધ લઈને વડાપ્રધાન મોદીએ આગળ આવવું જોઈએ. મણીપુરમાં શાંતિ જળવાઈ રહે એ માટે કામ કરવું જોઈએ. માત્ર મૌન બનીને બેસી રહેવાથી કંઈ કામ થવાના નથી. ચુપ રહેવાથી કંઈ મળવાનું નથી. જેમાં હવે પોલીસ યુદ્ધના ધોરણે એક્શન મોડ પર આવી છે. જોકે, આ મામલે રાજનીતિ એવી થઈ રહી છે. આખરે કેન્દ્ર સરકાર શું પગલાં લેશે?