ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Government Schools In Gujarat: ગુજરાત સરકાર પર કેજરીવાલના પ્રહાર, બોલ્યા- બંધ થઈ રહી છે સરકારી સ્કૂલો - દિલ્હીમાં શાળાઓ ફરી ખુલશે

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે શિક્ષણને લઈને ગુજરાત સરકાર પર નિશાન (arvind kejriwal attacks on gujarat government) સાધ્યું છે. CM અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગુજરાતમાં સરકારી શાળાઓ (Government Schools In Gujarat) બંધ થઈ રહી છે. ગુજરાતને પણ દિલ્હી જેવી શિક્ષણ ક્રાંતિ (education revolution in delhi)ની જરૂર છે.

Government Schools In Gujarat: ગુજરાત સરકાર પર કેજરીવાલના પ્રહાર, બોલ્યા- બંધ થઈ રહી છે સરકારી સ્કૂલો
Government Schools In Gujarat: ગુજરાત સરકાર પર કેજરીવાલના પ્રહાર, બોલ્યા- બંધ થઈ રહી છે સરકારી સ્કૂલો

By

Published : Dec 13, 2021, 7:14 PM IST

  • અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કર્યો પ્રહાર
  • સરકારી શાળાઓને બરબાદ કરવામાં આવી રહી છે
  • ગુજરાતને દિલ્હી જેવી શિક્ષણ ક્રાંતિની જરૂર

નવી દિલ્હી: ગુજરાતની સરકારી શાળાઓ (Government Schools In Gujarat)ને લઈને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યપ્રધાન પર નિશાન (arvind kejriwal attacks on gujarat government) સાધ્યું છે. CM કેજરીવાલે ટ્વીટ (arvind kejriwal tweets) કરીને લખ્યું કે, 'ગુજરાતમાં સરકારી શાળાઓ સતત બંધ થઈ રહી છે. બાકીની શાળાઓમાં શિક્ષકો, પાણી અને શૌચાલય પણ નથી. રાજકારણીઓની ખાનગી શાળાઓ (private schools of politicians in gujarat) જનતાને લૂંટી શકે તે માટે સરકારી શાળાઓ બરબાદ કરવામાં આવી રહી છે. ગુજરાતને પણ દિલ્હી જેવી શિક્ષણ ક્રાંતિ (education revolution in delhi)ની જરૂર છે.'

ક્યારે ખુલશે સ્કૂલો?

અરવિંદ કેજરીવાલે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન(corona omicron variant) પર પણ વાત કરી. તેમણે કહ્યું કે, ઓમિક્રોનના સંકટને પહોંચી વળવા માટે તૈયાર છે. જો જરૂરી થશે તો અમે જરૂરી પ્રતિબંધો લગાવીશું. અત્યારે કોઈપણ પ્રતિબંધ લગાવવાની જરૂર નથી. સ્કૂલોને ફરીથી ખોલવાનો (schools reopen in delhi) નિર્ણય સ્કૂલોની શિયાળુ રજાઓ ખત્મ થયા બાદ લેવામાં આવશે. તો દિલ્હીમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન (omicron variant in delhi)ના અત્યાર સુધી 2 કેસ સામે આવી ચૂક્યા છે.

આ પણ વાંચો: DRDO Supersonic Missile Assisted Torpedo: ભારતીય નૌસેનાની વધશે તાકાત, SMARTનું સફળ પરીક્ષણ

આ પણ વાંચો:Mumbai bar in raids: ગુપ્ત ભોંયરા માંથી મળી આવી 17 બાર ગર્લ્સ

ABOUT THE AUTHOR

...view details