ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તમારા હ્રદયને તંદુરસ્ત રાખવાના ઉપાયો, વાંચો અહેવાલ - heart attack

રક્તવાહિનીના રોગો (Cardiovascular diseases) આરોગ્યની સ્થિતિની યાદીમાં ટોચ પર છે, દર વર્ષે વૈશ્વિક સ્તરે લાખો લોકો મૃત્યુ પામે છે. પરંતુ, શું તમે તમારા હૃદયની પૂરતી કાળજી રાખો છો ? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના અનુસાર, વર્ષ 2016માં અંદાજે 17.9 મિલિયન લોકો સીવીડીથી મૃત્યુ પામ્યા હતા, જે વૈશ્વિક મૃત્યુના 31 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. આ મૃત્યુમાંથી, 85% હાર્ટ એટેક અને સ્ટ્રોકને કારણે છે.

હ્રદય
હ્રદય

By

Published : Sep 2, 2021, 1:37 PM IST

Updated : Sep 2, 2021, 1:52 PM IST

ન્યૂઝ ડેસ્કઃ રક્તવાહિનીના રોગો (Cardiovascular diseases) આરોગ્યની સ્થિતિની યાદીમાં ટોચ પર છે, દર વર્ષે વૈશ્વિક સ્તરે લાખો લોકો મૃત્યુ પામે છે. પરંતુ, શું તમે તમારા હૃદયની પૂરતી કાળજી રાખો છો ? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના અનુસાર, અંદાજે 17.9 મિલિયન લોકો સીવીડીથી મૃત્યુ પામ્યા હતા, જે વૈશ્વિક મૃત્યુના 31 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. આ મૃત્યુમાંથી, 85% હાર્ટ એટેક અને સ્ટ્રોકને કારણે છે.

અમારા કાર્ડિયોલોજિસ્ટ નિષ્ણાત અને મેડિકવર હોસ્પિટલના ફાઉન્ડર, ડિરેક્ટર અને ડૉક્ટર એમ.એસ.એસ.મુખર્જીએ જણાવ્યું હતું કે, “જો કે, તેને બરાબર વ્યાખ્યાયિત કરવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ આપણે કહી શકીએ કે તંદુરસ્ત હૃદય એ સામાન્ય રીતે કાર્ય કરે છે, તેમાં કોઈ માળખાકીય અથવા કાર્યાત્મક વિકૃતિઓ હોતી નથી. સામાન્ય રીતે, તંદુરસ્ત વ્યક્તિનું હૃદય કોઈ અનિયમિતતા વિના, મિનિટ દીઠ 60-100 વખત ધબકેે છે અને 120/80 (સિસ્ટોલિક / ડાયસ્ટોલિક)નું બ્લડ પ્રેશર ઉત્પન્ન કરે છે. જો કે, અમુક અસામાન્યતાઓ હૃદય દરમાં પ્રતિબિંબિત કરી શકશે નહીં. તેથી, લક્ષણો અને વય મુજબ અન્ય પરીક્ષણો અથવા ચેક-અપની જરૂર પડી શકે છે.

હ્રદયની મૂળભૂત પરિસ્થિતિઓ વિશે

  • આઈસ્કેમિક હાર્ટ ડિસીઝ, જેમાં હૃદયમાં લોહીનું સપ્લાય ઓછું થાય છે.
  • વાલ્વ્યુલર હાર્ટ ડિસીઝ, જેમાં 4 વાલ્વમાંથી કોઈ એકમાં ખામી હોય છે, એટલે કે મિટ્રલ, એઓર્ટિક, ટ્રિકસ્યુસિડ અને પલ્મોનરી.
  • કોનજેિટલ હાર્ટ ડિસીઝ, એક હૃદય રોગ જે જન્મથી જ વ્યક્તિમાં હોય છે.
  • કાર્ડિયાક રિધમ ડિસ્ટબર્ન્સ જેમાં હૃદય રચનાત્મક રીતે સામાન્ય હોઈ શકે છે, પરંતુ હૃદય ધીમી, ઝડપી અથવા અનિયમિત હોઈ શકે છે.
  • પેરીકાર્ડિયલ ડિસીઝ, જ્યાં પેરીકાર્ડિયમ નામના હૃદયના કવચને અસર થાય છે.
  • એન્ડોકાર્ડિટિસ, આ હાર્ટ ઇન્ફેક્શન છે જે સામાન્ય રીતે વાલ્વ ઉપર થાય છે, પરંતુ તે હૃદયના કવચ ઉપર પણ થઈ શકે છે.
  • હાર્ટ કેન્સર, જે એક દુર્લભ હૃદયની સ્થિતિ છે.
  • હ્રદય સ્નાયુઓનો રોગ, જ્યાં હૃદયના સ્નાયુ નબળી પડે છે, હૃદયને નિષ્ક્રિયતા તરફ દોરી જાય છે.

શું કરવું જોઈએ ?

  • જોખમનાં પરિબળો શોધી કાઢો અને તેમને નિયંત્રિત કરો. આમાં હાયપરટેન્શન, ડાયાબિટીઝ, હૃદય રોગનો કૌટુંબિક ઇતિહાસ, મેદસ્વીપણું, વગેરે સામેલ છે.
  • તમે ખાતા ખોરાકમાં સંતૃપ્ત ચરબી અને કોલેસ્ટરોલની માત્રાને ઘટાડો
  • કાર્બોહાઈડ્રેટ, મીઠાઈઓ અને આલ્કોહોલનું વધુ સેવન ટાળો
  • તાજા ફળો અને શાકભાજી, આખા અનાજ, કઠોળ અને સૂકા ફળનો વપરાશ કરો
  • ઈંડાનો ઉપયોગ કરો
  • મટનની જગ્યાએ ચિકનનો ઉપયોગ કરો
  • રસોઈમાં વપરાતા તેલ, ઘી અથવા માખણની માત્રામાં ઘટાડો કારણ કે તેમાં ઘણી બધી ચરબી હોય છે. ઉપરાંત, મીઠાને વધારે પ્રમાણમાં લેવાનું ટાળો
  • સંપૂર્ણ રીતે ધૂમ્રપાન કરવાનું ટાળો
  • દરરોજ વ્યાયામ કરો, અઠવાડિયામાં ઓછામાં ઓછા 5 દિવસ. રોજ 30થી 45 મિનિટ ચાલો
  • તમારા વજન પર તપાસ રાખો. 25 કરતા ઓછાની બોડી માસ ઇન્ડેક્સ (BMI) જાળવો
  • યોગ્ય માનસિક આરોગ્ય જાળવવું. તણાવમાં વધારો હૃદયને નકારાત્મક અસર કરી શકે છે

તંદુરસ્ત જીવનશૈલી અને ખોરાકની ટેવને પગલે હૃદય પણ તંદુરસ્ત રહે છે. ઉપરાંત, તમારા શરીરે તમને આપેલા ચેતવણીના સંકેતોને અવગણશો નહીં અને તરત જ ડૉક્ટરની સલાહ લો.

Last Updated : Sep 2, 2021, 1:52 PM IST

ABOUT THE AUTHOR

...view details