ગુજરાત

gujarat

ETV Bharat / bharat

KCR protest in Delhi : મોદીને તેલંગાણાના મુખ્યપ્રધાનનું 24 કલાકનું અલ્ટિમેટમ, કહ્યુ કે..

તેલંગાણાના મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવે નવા કૃષિ કાયદાને લઈને કેન્દ્ર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ચોખાની ખરીદીના મુદ્દે નવી દિલ્હીમાં ધરણા (KCR protest in Delhi ) કર્યા અને કેન્દ્રને નવો કૃષિ પડકાર રજૂ કર્યો છે, કે ચંદ્રશેખર રાવે રાજ્યમાંથી ડાંગરની ખરીદી પર સરકારને અલ્ટિમેટમ આપ્યુ છે. આ માટે 24 કલાકનો સમય આપવામાં આવ્યો છે.

KCR protest in Delhi : કેન્દ્રને આપ્યું 24 કલાકનું અલ્ટિમેટમ, કહ્યું- નવી કૃષિ નીતિ લાવો, નહીં તો હટાવી દઈશું
KCR protest in Delhi : કેન્દ્રને આપ્યું 24 કલાકનું અલ્ટિમેટમ, કહ્યું- નવી કૃષિ નીતિ લાવો, નહીં તો હટાવી દઈશું

By

Published : Apr 11, 2022, 5:45 PM IST

Updated : Apr 11, 2022, 7:58 PM IST

નવી દિલ્હી: કેન્દ્ર સરકારની ડાંગર ખરીદી નીતિ વિરુદ્ધ પ્રદર્શનને ઉગ્ર બનાવતા તેલંગાણાના મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવે રાજ્યમાંથી ડાંગરની ખરીદી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકારને અલ્ટિમેટમ આપ્યુ (KCR protest in Delhi) છે. આ માટે 24 કલાકનો સમય આપવામાં આવ્યો છે. રાવે કેન્દ્ર સરકાર જવાબ નહીં આપે તો દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપી છે અને કહ્યુ કે, વડાપ્રધાનના પોતાના રાજ્યમાં જ ખેડૂતોને રસ્તા પર ઉતરવુ પડ્યુ.

KCR protest in Delhi : KCR કેન્દ્રને આપ્યું 24 કલાકનું અલ્ટિમેટમ, કહ્યું- નવી કૃષિ નીતિ લાવો, નહીં તો હટાવી દઈશું

તેલંગાણા ભવનમાં ધરણા: કેસીઆરે દિલ્હીના તેલંગાણા ભવનમાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (Telangana Rashtra Samithi)ના નેતાઓ સાથે ધરણા કર્યા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ચેતવણી આપવા માટે કહ્યું કે, અમારા ખેડૂતોની ભાવનાઓ સાથે રમત કરશો નહીં, તેમની પાસે સરકારને તોડી પાડવાની શક્તિ છે. તેમણે કહ્યું કે, ખેડૂતો ભિખારી નથી અને તેમને તેમની પેદાશો માટે લઘુત્તમ ટેકાના ભાવની માંગ કરવાનો અધિકાર છે.

નહિંતર, દેશભરમાં વિરોધ પ્રદર્શન: રાવે કહ્યું કે, હું મોદીજી અને (ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ પ્રધાન) પીયૂષ ગોયલને હાથ જોડીને વિનંતી કરું છું કે, 24 કલાકની અંદર ડાંગરની ખરીદી પર રાજ્યની માંગનો જવાબ આપો. તે પછી, અમે નિર્ણય કરીશું. તેમણે કહ્યું કે, જો કેન્દ્ર જવાબ નહીં આપે તો દેશભરમાં દેખાવો ઉગ્ર કરવામાં આવશે. ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે (Rakesh tikait on paddy procurement) પણ અહીં એક દિવસીય ધરણામાં મુખ્યપ્રધાન સાથે એકતા વ્યક્ત કરી હતી.

ચોખાની ખરીદીનો મુદ્દો: 2014માં તેલંગાણામાં સત્તામાં આવ્યા બાદ TRSની દિલ્હીમાં આ પ્રથમ વિરોધ રેલી છે. પાર્ટીના સાંસદો, ધારાસભ્યો અને તમામ કેબિનેટપ્રધાનો ધરણા પર બેઠા હતા. તેલંગાણા સરકાર વર્તમાન રવી સિઝનમાં રાજ્યમાંથી ચોખા ખરીદવા કેન્દ્ર પાસે માંગ કરી રહી છે, પરંતુ કેન્દ્રનું કહેવું છે કે, તે માત્ર કાચા ચોખા જ ખરીદી શકે છે અને તે ઉસ્ના ચોખા ખરીદી શકતી નથી કારણ કે તે ભારતમાં વ્યાપકપણે ઉગાડવામાં આવે છે, પરંતુ તેનો ઉપયોગ ખાવા માટે થતો નથી.

આ પણ વાંચો:આગામી ચૂંટણીમાં શરૂઆત અહીંથી કરવી જોઈએ, ગોપાલ ઇટાલીયાનો મનીષ સીસોદીયાને અંગુલી નિર્દેશ

કેસીઆરએ કહ્યું કે તેલંગાણા તેના અધિકારોની માંગ કરે છે. હું પીએમને નવી કૃષિ નીતિ બનાવવા માટે કહેવા માંગુ છું. અમે પણ આમાં સહયોગ આપીશું. જો તમે આમ નહીં કરો તો તમને દૂર કરવામાં આવશે અને નવી સરકાર નવી સંકલિત કૃષિ નીતિ ઘડશે.

આ પણ વાંચો:IPL 2022: અજેય ગુજરાત ટાઇટન્સની સામે સનરાઈઝર્સ હૈદરાબાદ માટે આજની મેચ મહત્વની

Last Updated : Apr 11, 2022, 7:58 PM IST

ABOUT THE AUTHOR

...view details