ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Kashmir News: મીરવાઈઝ ઉમર ફારુકને 4 વર્ષ બાદ નજરકેદમાંથી આઝાદ કરાયો, જામિયા મસ્જિદમાં નમાજ પઢવાની મળી તક

હુર્રિયત કોન્ફરન્સ અધ્યક્ષ મીરવાઈઝ ઉમર ફારુક પરથી 4 વર્ષ બાદ નજરબંદી દૂર કરવામાં આવી. શ્રીનગરના જામિયા મસ્જિદમાં શુક્રવારે જુમ્મા નમાજ પઢવાનું શક્ય બન્યું. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક

કાશ્મીર અલગાવવાદી નેતા મીરવાઈઝ 4 વર્ષની નજરકેદમાંથી મુક્ત
કાશ્મીર અલગાવવાદી નેતા મીરવાઈઝ 4 વર્ષની નજરકેદમાંથી મુક્ત

By ETV Bharat Gujarati Team

Published : Sep 22, 2023, 2:14 PM IST

શ્રીનગરઃ કાશ્મીરના અલગાવવાદી નેતા તેમજ હુર્રિયત કોન્ફરન્સના અધ્યક્ષ મીરવાઈઝ ઉમર ફારુક માટે સારા સમાચાર છે. ચાર વર્ષની નજરકેદમાંથી મીરવાઈઝને આઝાદ કરવામાં આવ્યો છે. 2019માં કાશ્મીરમાંથી 370 રદ કરવા સંદર્ભે મીરવાઈઝને નજરકેદ કરવામાં આવ્યો હતો. આજે મીરવાઈઝને શ્રીનગરના નૌહટ્ટા સ્થિત જામિયા મસ્જિદમાં જુમ્માની નમાજ પઢવાની તક મળી છે. જામિયા મસ્જિદની પ્રબંધન સમિતિ અંજુમન ઔકાફ જામિયા મસ્જિદના અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

ગુરુવારે મીરવાઈઝની નજરકેદ હટીઃ જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ગુરુવાર સાંજે મીરવાઈઝના ઘરે પહોંચ્યા હતા. આ અધિકારીઓએ મીરવાઈઝને નજરકેદમાંથી આઝાદ કર્યો હતો. આ ઉપરાંત મીરવાઈઝને જામિયા મસ્જિદમાં નમાજ પઢવાની પરવાનગી પણ આપવામાં આવી હતી. જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાઈ કોર્ટ દ્વારા સતત ચાર વર્ષ નજરકેદની નોટિસ ફટકારવામાં આવી હતી.

'અપની' પાર્ટીના પ્રમુખનું નિવેદનઃ જમ્મુ કાશ્મીરમાં 'અપની' પાર્ટીના પ્રમુખ અલ્તાફ બુખારી મીરવાઈઝની નજરકેદ હટતા ખુશ છે. તેમના મતે આ એક સારા સમાચાર છે કે મીરવાઈઝ સાહેબ જામિયા મસ્જિદની જુમા નમાજમાં ઉપસ્થિત રહેશે. ગૃહ પ્રધાન અને એલજીને ધન્યવાદ જેમણે એક યોગ્ય ફેસલો લીધો. મીરવાઈઝ સાહેબ જામિયામાં શાંતિપૂર્ણ વાતાવરણ બનાવી રાખશે કારણ કે અમે અમારા બાળકો, મહિલાઓ અને બહેનો માટે શાંતિ ઈચ્છીએ છીએ. રાષ્ટ્રના વિકાસ માટે જમ્મુ કાશ્મીરમાં શાંતિ જરૂરી છે.

મીરવાઈઝે હાઈ કોર્ટમાં કરી હતી અરજીઃ ઉલ્લેખનીય છે કે અનેક ધાર્મિક સંગઠનોના પ્રમુખ અને અલગાવવાદી હુર્રિયત કોન્ફરન્સના અધ્યક્ષ મીરવાઈઝે કેટલાક દિવસો પહેલા હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. અદાલતે 15 સપ્ટેમ્બરના રોજ જમ્મુ કાશ્મીર પ્રશાસનને ફારુકની અરજી પર જવાબ આપવા 4 અઠવાડિયાનો સમય આપ્યો હતો. કેન્દ્ર સરકારે 2019માં જમ્મુ કાશ્મીર રાજ્યનો વિશેષ દરજ્જો રદ કરીને તેને કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચી દીધું હતું. આ દિવસોમાં હુર્રિયત નેતાને નજરકેદ કરવામાં આવ્યો હતો.

  1. Article 370 Case : કલમ 370 કેસની વકીલાત કરતાં શિક્ષકની બરતરફી અંગે સુપ્રીમ કોર્ટ ઉઠાવ્યા સવાલ
  2. Jammu and Kashmir: આર્ટિકલ 370 હટાવ્યા બાદ સરકારે લીધેલા નિર્ણયોની એક ઝલક

ABOUT THE AUTHOR

...view details