ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Dry Winter Kashmir: કશ્મીર 'સુના સુના લાગે રે..' હિમવર્ષા ન થવાથી કાશ્મીરમાં મોસમની મજા પડી ફિક્કી - જમ્મુ અને કાશ્મીર

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કશ્મીર ઘાટીમાં ડિસેમ્બર 2023 દરમિયાન વરસાદ કે હિમવર્ષા નથી થઈ. આગામી દિવસોમાં પણ હિમવર્ષા થાય તેવી કોઈ શક્યતા નથી. શુક્રવારે વાદળછાયા વાતાવરણને કારણે કાશ્મીરમાં લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો થયો હતો.

હિમવર્ષા ન થવાથી કાશ્મીરમાં મોસમની મજા પડી ફિક્કી
હિમવર્ષા ન થવાથી કાશ્મીરમાં મોસમની મજા પડી ફિક્કી

By ETV Bharat Gujarati Team

Published : Jan 13, 2024, 1:13 PM IST

શ્રીનગર:ભારતના સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં આ વર્ષે શિયાળાની મોસમ દરમિયાન હિમવર્ષાના અભાવે હવામાન શુષ્ક છે. શ્રીનગરના લોકોનું કહેવું છે કે શુષ્ક હવામાન તેમના સ્વાસ્થ્યને અસર કરી રહ્યું છે અને લોકો આતુરતાથી હિમવર્ષાની રાહ જોઈ રહ્યા છે. કાશ્મીરમાં શુષ્ક વાતાવરણને કારણે રાત ઠંડી થઈ ગઈ છે, જ્યારે દિવસે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. શ્રીનગરમાં દિવસનું તાપમાન આ વર્ષની સિઝનમાં સામાન્ય તાપમાન કરતાં છ ડિગ્રી વધારે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે. ઊંચાઈવાળા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવી હિમવર્ષા થવાની સંભાવના છે. કાશ્મીર ખીણમાં રાત્રિનું તાપમાન શૂન્યથી નીચે છે. ગુરુવારે રાત્રે શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઈનસ ચાર ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું. કાઝીગુંડમાં લઘુત્તમ તાપમાન માઈનસ 4.2 ડિગ્રી સેલ્સિયસ અને ગુલમર્ગના સ્કી રિસોર્ટમાં માઈનસ 3.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

કાશ્મીર છેલ્લાં ઘણા દિવસથી શુષ્ક હવામાનમાંથી પસાર થઈ રહ્યું છે. ડિસેમ્બર 2023માં 79 ટકા ઓછો વરસાદ નોંધાયો હતો. જ્યારે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં વરસાદ થયો ન હતો. કાશ્મીરના મોટાભાગના મેદાની વિસ્તારોમાં હિમવર્ષા થઈ નથી. જ્યારે પહાડી વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછી હિમવર્ષા થઈ છે. હાલમાં કાશ્મીરમાં 'ચિલ્લઇ-કલા'નો સમયગાળો ચાલી રહ્યો છે. જેને સૌથી ઠંડા 40 દિવસ માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન આ વિસ્તારમાં ઠંડીનું મોજુ પ્રવર્તે છે. તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. આ સમય દરમિયાન, બરફ નદીઓ, તળાવો, ઝરણા સહિત પીવાનું પાણી પૂરું પાડતી પાઈપ લાઈનોમાં પણ બરફ જામી જાય છે.

  1. Shimla Development Plan : સુપ્રીમ કોર્ટે શિમલા વિકાસ યોજના 2041 ને લીલી ઝંડી આપી
  2. Earthquake: દિલ્હી એનસીઆર સહિત પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા

ABOUT THE AUTHOR

...view details