પુણેઃમહારાષ્ટ્રમાં વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન રવિવારે થઈ રહ્યું છે. વિધાનસભાની બેઠકો પર મતદાન શાંતિથી યોજાઈ એ માટે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા 683 પોલીસની ટુકડીઓને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી હતી. પુણે પાસેના કસ્બાપેઠમાં 270 મતદાન કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે. 1250 અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. ચૂંટણી રિટર્નિંગ અધિકારી સ્નેહા દેવખાતે જણાવ્યું હતું કે, આ વિસ્તારના મતદાતાઓની કુલ સંખ્યા 275679 છે. આ સિવાય 54 લોકો પોસ્ટલ બેલેટ થકી મતદાન કરશે.
આ પણ વાંચોઃMaharashtra news: RPF જવાને ટ્રેનમાં ચડતા પડી ગયેલી મહિલાનો જીવ બચાવ્યો
કર્મચારીઓ સ્ટેન્ડ ટુઃચિંચવડમાં 150 મતદાન કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે. જેમાં 3000 મતદાન અધિકારી અને 3707 પોલીસ જવાનો તથા 725 અધિકારીઓને મોટા જવાબદારી આપવામાં આવી છે. ચૂંટણી રિટર્નિંગ અધિકારી સચીન ઢોલેએ જણાવ્યું હતું કે, ચિંચવડ વિસ્તારમાં મતદાતાઓની સંખ્યા 568954 છે. આ સિવાય 248 પોસ્ટ બેલેટ થકી મતદાન કરવાના છે. તમામ મતદાન કેન્દ્ર પર પર્યાપ્ત પોલીસ કર્મચારીઓને સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે. ઈવીએમ અને અન્ય જરૂરી મશીન જે તે મતદાન કેન્દ્ર પર વિતરીત કરવામાં આવ્યા છે. કર્મચારીઓને ચૂંટણીલક્ષી તમામ પ્રકારની તાલિમ આપવામાં આવી છે.