હૈદરાબાદઃ બોલીવૂડ એક્ટર કાર્તિક આર્યન પોતાની આગામી ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન'ને લઈને વ્યસ્ત છે. કાર્તિક આર્યને આ ફિલ્મનું પહેલું શિડ્યુઅલ લંડન ખાતે પૂરુ કર્યુ છે. કાર્તિકે પ્રથમવાર સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ પર હાથ અજમાવ્યો છે. આ ફિલ્મની વારંવાર અપડેટ્સ કાર્તિક આપતા રહે છે. આજે એક વોર સીનનો ફોટો શેર કરીને કાર્તિક આર્યને ફેન્સને મોજ કરાવી દીધી છે. ફોજીના લૂકમાં કાર્તિક આર્યનના હાથમાં એક લાંબી ગન સાથે જોવા મળી રહ્યો છે.
ખૂબ જ ચેલેન્જિંગ સીનઃ ફિલ્મ ચંદુ ચેમ્પિયનો આ ફોટો શેર કર્યો તેમજ લખ્યું કે 8 મિનિટ લાંબો આ વોર સીન ખૂબ જ ચેલેન્જિંગ રહ્યો છે. જો કે આ સીન સૌથી યાદગાર રહ્યો છે. મારી કેરિયર અને સમગ્ર જીવનનો યાદગાર સીન રહ્યો હતો. આ ફિલ્મમાં મને સાંકળવા બદલ કબીર ખાન સરનો ખૂબ ખૂબ આભાર.
3 રૂ.માં હેર કટઃ આ અગાઉ પણ આ ફિલ્મના સેટ પરથી જ કેટલાક ફોટો શેર થયા હતા. આ ફોટોમાં એક્ટર ઝાડ નીચે બેસીને 3 રુપિયામાં વાળ કપાવતો નજરે પડે છે. સોશિયલ મીડિયા પર કાર્તિક આર્યને 3 રુપિયામાં વાળ કપાવ્યા તે સમાચાર આગની જેમ ફેલાઈ ગયા હતા. કાર્તિક આર્યને પોતાના ઈંસ્ટા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં કાર્તિક ખુરશી પર બેસીને ભીલુ બાર્બર પાસે પોતાના વાળ કપાવી રહ્યો છે. ઝાડ પર વાળ કપાવવાનો ભાવ 5 અને 7 રુપિયા લખ્યો છે. જ્યારે કાર્તિક આર્યન હેરસ્ટાઈલ કટિંગનો ભાવ 3 રુપિયા ચુકવ્યો હતો.
ફેન્સે કોમેન્ટસનો મારો ચલાવ્યોઃ આ વીડિયોના કેપ્શનમાં કાર્તિકે લખ્યું હતું કે ચંદુ ચેમ્પિયન હેર કટ, ઝાડની નીચે. આ વીડિયોના નીચે ફેન્સે ધડાધડ કોમેન્ટનો મારો ચલાવ્યો હતો. કેટલાક ફેન્સ કાર્તિકના હેર કટની ફી મોંઘી ગણાવી રહ્યા છે. કાર્તિકની ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન'ને કબીર ખાન ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ 14 જૂન 2024ના રોજ રિલીઝ થવાની છે.
- kartik Aaryan: કરણ જોહર સાથેની લડાઈ સમાપ્ત કર્યા પછી, કાર્તિક આર્યન 'કોફી વિથ કરણ 8'માં જોવા મળશે!
- Kartik Aaryan Gadar 2: કાર્તિક આર્યને થિયેટરમાં 'ગદર 2' નિહાળી, અભિનેતાએ આપી જોરદાર પ્રતિક્રિયા