સોનીપતઃરાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયા લાલ અને મહારાષ્ટ્રના અમરાવતીમાં ઉમેશ કોલ્હેની હત્યા બાદ ઉશ્કેરણીજનક નિવેદનબાજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સૂરજ પાલ અમ્મુએ (surpal ammu supports nupur sharma) આ મામલે વિવાદાસ્પદ (Controversial Statement) નિવેદન આપ્યું છે. હરિયાણાના સોનીપત જિલ્લાના દહિસરા ગામમાં પૃથ્વીરાજ ચૌહાણની જન્મજયંતિ પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૂરજ પાલ અમ્મુએ (Karni Sena National President) પણ ભાગ લીધો હતો. જેમાં તેમણે એક વિવાદીત નિવેદન આપી દીધુ હતું.
આ પણ વાંચોઃ મૂસેવાલાની જ પહેલી હત્યા...નજીકથી ગોળી મારનાર 19 વર્ષનો શૂટર અંકિત સિરસાની ધરપકડ
નુપુર શર્માને સમર્થનઃકરાણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સૂરજ પાલ અમ્મુએ કાર્યક્રમને સંબોધિત કરતી વખતે નૂપુર શર્માના નિવેદન ને સમર્થન આપ્યું હતું. મુસ્લિમો વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, નુપુર શર્માના નિવેદન બાદ ઉદયપુરમાં કન્હૈયાલાલ અને અમરાવતીમાં ઉમેશ કોહલેનું માથું કાપી નાખવામાં આવ્યું હતું. આ બંને કિસ્સાઓને ટાંકીને અમ્મુએ મંચ પરથી ઘણા વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. ગત દિવસોમાં નુપુર શર્માએ ટીવી ડિબેટ દરમિયાન આપેલા નિવેદન બદલ સુપ્રીમ કોર્ટે નુપુર શર્માને ટીવી પર માફી માંગવા માટે કહ્યું હતું.