ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કર્ણાટક અકસ્માતમાં થયા 7 મહિલાઓના મોત, 11 ઈજાગ્રસ્ત - કર્ણાટક અકસ્માતમાં થયા 7 મહિલાઓના મોત

કર્ણાટકના બિદર નજીક એક અકસ્માત (Accident in Karnataka) થયો હતો. પોલીસે જણાવ્યું કે, અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા 11 લોકોમાં બંને વાહનોના ડ્રાઈવર પણ સામેલ છે. ઈજાગ્રસ્તો પૈકી બે ની હાલત ગંભીર છે. આ અકસ્માતનો કેસ પણ નોંધવામાં આવ્યો છે.

કર્ણાટક અકસ્માતમાં થયા 7 મહિલાઓના મોત, 11 ઈજાગ્રસ્ત
કર્ણાટક અકસ્માતમાં થયા 7 મહિલાઓના મોત, 11 ઈજાગ્રસ્ત

By

Published : Nov 5, 2022, 12:35 PM IST

Updated : Nov 5, 2022, 1:01 PM IST

કર્ણાટક:શુક્રવારે કર્ણાટકના બિદર નજીક એક અકસ્માત થયો હતો. મોડી રાત્રે બિદરના ચિત્તગુપ્પા તાલુકામાં એક ગામમાં ઓટો રિક્ષા અને ટ્રક વચ્ચેની અથડામણમાં સાત મહિલાઓના મોત (Seven women died in rickshaw and a truck accident) થયા હતા. જ્યારે અન્ય 11 કર્ણાટકના બિદર નજીક એક અકસ્માત થયો હતો. આ મહિલાઓ મજૂર હતી અને કામ પુરુ કરી ઓટો રિક્ષા દ્વારા ઘરે પરત ફરી રહી હતી. એકસાથે 7 મહિલાઓના મોત થતાં હડકંપ મચી ગયો છે.

કર્ણાટક અકસ્માતમાં થયા 7 મહિલાઓના મોત, 11 ઈજાગ્રસ્ત

કેટલા લોકો ઈજાગ્રસ્ત: બરમલખેડા સરકારી શાળા પાસે ઓટો રીક્ષા ટ્રક સાથે અથડાઈ (Auto rickshaw and truck accident in karnataka) હતી. પોલીસે જણાવ્યું કે, મૃતકોની ઓળખ પાર્વતી (ઉ.વ.40), પ્રભાવતી (ઉ.વ.36), ગુંડમ્મા (ઉ.વ.60), યદમ્મા (ઉ.વ.40), જગમ્મા (ઉ.વ.34), ઈશ્વરમ્મા (ઉ.વ.55) અને રૂકમણી બાઈ (ઉ.વ.60) તરીકે થઈ છે. આ સિવાય અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા 11 લોકોમાં બંને વાહનોના ડ્રાઈવર પણ સામિલ છે. ઈજાગ્રસ્તો પૈકી બેની હાલત ગંભીર છે. હાલમાં આ ઘટનાનો કેસ નોંધવામાં આવ્યો છે. મૃતક મહિલાઓમાં મોટાભાગની મહિલાઓ મજૂરીકામ કરે છે.

જીવલેણ ઘટનાઃઆ પહેલા પણ તારીખ 15 ઓગસ્ટના રોજ હૈદરાબાદ મુંબઈ નેશનલ હાઈવે પર ચેકપોસ્ટ પાસે અકસ્માત થતા પાંચ વ્યક્તિઓના મોત થયા હતા. જ્યારે 4 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. જે વ્યક્તિઓના મૃત્યું થયા છે. એ તમામ એક પરિવારના લોકો હતા. જ્યારે આ ઘટનામાં કાર ચાલકે પણ આ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે.

Last Updated : Nov 5, 2022, 1:01 PM IST

ABOUT THE AUTHOR

...view details