બેંગ્લુરૂઃકર્ણાટકમાં કોંગ્રેસે મજબુતી સાથે ફરીથી રાજકીય ક્ષેત્રમાં સક્રિય થવા પીઠબળ મેળવી લીઘું છે. પ્રજાએ એમને ખોબલે ખોબલ મત આપીને સત્તાની ખુરશી પર બેસાડી છે. જેને લઈ કોંગ્રેસ કાર્યાલયમાં સેલિબ્રેશન કરાયું હતું. કોંગ્રેસ પક્ષના ઘણા કાર્યકર્તાઓ પ્રભુ હનુમાનજીનું રૂપ ધારણ કરીને આવ્યા હતા. તો કોઈ રામ બનીને પણ આવ્યા હતા. જે ખરાઅર્થમાં ભાજપની દક્ષિણપંથી રાજનીતિ પોલીસી પર કટાક્ષ હતો.
શું કહે છે હનુમાનઃહનુમાનજી બનીને આવેલા કોંગ્રેસના કાર્યકર્તાએ કહ્યું હતું કે, કોંગ્રેસ ક્યારેય સાંપ્રદાયિક રાજકારણને સમર્થન નથી આપતી. ભગવાન રામ અને પ્રભુ હનુમાન અમારી સાથે છે. ભાજપની ખોટી શક્તિને માત અપાઈ છે. આ પહેલા કોંગ્રેસે બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાની વાત કહી હતી. જેને લઈને ભાજપે મોટો વિવાદ શરૂ કરી દીધો હતો. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને ખડગે જેવા મોટા નેતાઓ પરિણામ બાદ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા.
ભાજપને પછડાટઃકોંગ્રેસે મતગણતરી શરૂ થયાના અડધો કલાકમાં જ બહુમતીનો આંકડો પ્રાપ્ત કરી લીધો હતો. જ્યારે ભાજપને મોટી પછડ઼ાટ લાગી હતી. શરૂઆતના ટ્રેન્ડમાં કોંગ્રેસ 128 અને ભાજપ 77 બેઠક પર આગળ રહ્યા હતા. જ્યારે જેડીએસને 17 બેઠક પ્રાપ્ત થઈ હતી. મંદિરમાં આવેલા કુમારાસ્વામીએ કહ્યું હતું કે, આજે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. હવે ગણતરી એવી રહી છે કે, ભાજપ અને કોંગ્રેસ બન્ને જેડીએસનો સંપર્ક કરી રહ્યા છે.
કોંગ્રેસમાં સેલિબ્રેશનઃજ્યારે કર્ણાટકના બેંગ્લુરુ મહાનગરમાં આવેલા કોંગ્રેસ કાર્યલમાં મોટી ઉજવણી શરૂ થઈ ગઈ હતી. કાર્યકર્તાઓ તથા આગેવાનોએ નારેબાજી કરીને ઉજાણી શરૂ કરી દીધી હતી. 95 બેઠક પર કોંગ્રેસને મોટી સફળતા પ્રાપ્ત થતા મોટી ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે ભાજપના કાર્યાલય પર ખાસ કોઈ માહોલ જોવા મળ્યો ન હતો. કોંગ્રેસને મોટી સફળતા મળતા રાજ્યના તમામ કોંગ્રેસના નેતાઓ તથા ધારાસભ્યો બેંગ્લુરૂ જવા માટે રવાના થયા હતા. જ્યારે કોંગ્રેસના એક કાર્યકર્તાએ પોતાના શરીર પર પક્ષનો ધ્વજ પહેરીને સેલિબ્રેશન કર્યું હતું.
પ્રિયંકા ગાંધીએ પૂજા કરીઃકોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પક્ષ વિજેતા થતા શિમલામાં પૂજા અર્ચના કરી હતી. એટલું જ નહીં આરતી કરીને પક્ષની હજુ વધારે સફળતાની કામના કરી હતી. માઉન્ટ કાર્મેલ કૉલેજ બેંગ્લુરીમાં ચાલી રહેલી મતગણતરી વખતે પરિણામ જાહેર થયા બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓ જોરદાર ઉજવણી કરી હતી.
કોંગ્રેસ પ્રવકતાની વાતઃ કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ જણાવ્યું હતું કે, બહુમતીના આંકડા સાથે કર્ણાટકમાં સરકાર બનાવીશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નેગેટિવ કેમ્પેઈન કામ આવ્યું નથી. ભાજપને મોટી પછડાટ મળી છે. માત્ર કર્ણાટક જ નહીં દિલ્હીમાં પણ કોંગ્રેસ કાર્યાલમાં જાણે નવા પ્રાણ આવ્યા હોય એવી રીતે સેલિબ્રેશન શરૂ થયું હતું. જ્યારે સિદ્ધારામૈયાના પુત્રએ જણાવ્યું હતું કે, મારા પિતા મુખ્યપ્રધાન બની રહ્યા છે.