બેંગ્લુરૂ: કર્ણાટક રાજ્યસભામાંથી (Karnataka Rajyasabha Election) રાજ્યસભાના ઉમેદવાર તરીકે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામણનું (Rajyasabha Election Candidates) નામ સજેસ્ટ કરવામાં આવ્યું છે. આ મુદ્દા પરથી કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામણ (Nirmala Sitharaman) ફરીથી કર્ણાટક રાજ્યસભાની ચૂંટણી લડે એવા એંધાણ વર્તાય રહ્યા છે. વર્ષ 2016માં તેઓ રાજ્યસભા સાંસદ તરીકે (MP Rajyasabha From Karnataka) પસંદ કરાયા હતા. એમનો કાર્યકાળ આગામી જૂન મહિનામાં સમાપ્ત થઈ રહ્યો છે. રાજ્યસભાની કુલ ચાર (Rajyasabha Election Seat) બેઠક માટે કર્ણાટકમાં ચૂંટણી યોજાવવાની છે. કર્ણાટકમાં યોજાયેલી ભાજપની કોર કમિટી બેઠકમાં શનિવારના રોજ કર્ણાટક રાજ્યની ચાર વિધાનસભાની બેઠક અને ધારાસભ્ય ઉમેદવાર તરીકે કેટલાક નામોની ચર્ચા થઈ હતી.
આ પણ વાંચો:IMFની સ્પ્રિંગ મિંટીગમાં ક્રિપ્ટો કરન્સી વિશે સીતારમણે શું કહ્યુ જાણો
રાજ્યસભાની સીટ માટે ચૂંટણી:માત્ર રાજ્યસભાની બેઠક માટે નિર્મલા સીતારામણનું નામ સજેસ્ટ થયું હતું. અન્ય પાંચ નામ જેમાં કે.સી.રામમૂર્તિનું વધુ એક બેઠક માટે નામ સજેસ્ટ કરાયું હતું. રાજ્ય ભાજપ ઉપાધ્યાક્ષ નિર્મલકુમાર સુરાણાનું નામ પણ આ યાદીમાં હતું. જે સજેસ્ટ કરાયું છે. આ સાથે લહરસિંહનું નામ પણ સજેસ્ટ થયું હોવાની ચર્ચા છે. ભાજપ હાઈકમાન્ડ ઉમેદવારની યાદી તૈયાર કરીને એક અંતિમ નિર્ણય લેશે. પણ આ વખતે કોની પસંદગી કરવામાં આવી રહી છે એના પર લોકોની નજર છે. રાજ્યસભાની બેઠક માટે કલા, સાહિત્ય અને સિનેમા ક્ષેત્રમાંથી નામ તૈયાર કરીને મોકલવામાં આવે છે. રાજ્યસભાના ત્રીજા સ્થાન માટેના સજેશનમાં બે નામ રજૂ કરવામાં આવે છે. એવું પણ કહેવાય રહ્યું છે કે, આ યાદીમાં બિઝનેસમેન પ્રકાશ શેટ્ટી અને લહરી વેલુનું નામ પણ છે.