કોડાગુ: એક વિચિત્ર ઘટના જોવા મળી છે, કર્ણાટકના કોડાગુ જિલ્લામાં એક વૃક્ષ (Karnataka mysterious tree) 'વરસાદ' કરે છે અને સ્થાનિક લોકો તેને પવિત્ર નિશાની માને છે. આ વૃક્ષ કોડાગુ જિલ્લાના મદિકેરી તાલુકામાં બેટાગેરી ગ્રામ પંચાયતના હેરાવનાડુ ગામમાં આવેલું છે.
ભારતમાં એક જગ્યાએ છે ચમત્કારી વૃક્ષ, જેને વરસાદી વૃક્ષ પણ કહે છે, જાણો શા માટે - હવામાન વિભાગના નિષ્ણાતો
આ વરસાદી વૃક્ષના ટીપાં લગભગ 10 ચોરસ ફૂટ વિસ્તારમાં પડે છે અને ગ્રામજનો "ચમત્કાર" (Karnataka mysterious tree) જોવા માટે ઉમટી પડે છે. આ વૃક્ષ બિલી પત્ર (Bilva Patra tree) જેવું લાગે છે અને ભગવાન શિવની પૂજા કરવા માટે આદર્શ વૃક્ષ માનવામાં (ideal tree to worship lord Shiva) આવે છે.
ભગવાનનો 'ચમત્કાર':આ પાણીનાં ટીપાં લગભગ 10 ચોરસ ફૂટ વિસ્તારમાં પડે છે. ગ્રામજનો આ "ચમત્કાર" જોવા માટે ઉમટી પડે છે. આ વૃક્ષ બિલી પત્ર (Bilva Patra tree) જેવું લાગે છે અને ભગવાન શિવની પૂજા કરવા માટે આદર્શ વૃક્ષ (ideal tree to worship lord Shiva) માનવામાં આવે છે. સ્થાનિક ગ્રામ પંચાયતે આ પાણી એકત્ર કરીને લેબોરેટરીમાં મોકલ્યું છે. એક ગ્રામીણે કહ્યું કે, "વૃક્ષની નાની ડાળીઓમાંથી પાણી સ્પ્રેની જેમ છલકાય છે. ગામના લોકો આનાથી આશ્ચર્યચકિત છે. આ ઝાડથી લગભગ 500 મીટર દૂર દેવરા કાડુ પવિત્ર વન (Sacred Forest) આવેલું છે, જ્યાં દેવી ભદ્રકાલી (Karnataka Goddess Bhadrakali) રહે છે. કદાચ તે એક ભગવાનનો 'ચમત્કાર' (miracle of God) હોય શકે છે.
આ પણ વાંચો:Nirjala Ekadasi 2022: શા માટે આજના દિવસને ભીમ અગિયારસ પણ કહે છે અને શું છે મહત્વ, જૂઓ
વૃક્ષોની પ્રજાતિઓ શું પાણી છોડે?: આ બાબત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (Disaster Management Authority), પર્યાવરણ નિષ્ણાતો અને હવામાન વિભાગના નિષ્ણાતોના (Meteorological experts) ધ્યાનમાં લાવવામાં આવી છે. તે લોકોએ આ સ્થળની મુલાકાત લેવાની ખાતરી આપી હતી. કેટલાક વન અધિકારીઓ કહે છે કે, વૃક્ષોની કેટલીક પ્રજાતિઓ પાણી છોડે છે અને તેના માટે વૈજ્ઞાનિક સમજૂતી પણ છે.