ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Karnataka Monsoon 2023 : બેંગ્લોરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ, રસ્તાઓ જળબંબાકાર થતા ટ્રાફિક જામ - કેમ્પેગૌડા એરપોર્ટ

કર્ણાટકની રાજધાની બેંગલોર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જેના પરિણામે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. શહેરના રસ્તાઓ જળબંબાકાર થતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. બેંગલોર-મૈસુર એક્સપ્રેસ વે પર વરસાદના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો.

Karnataka Monsoon 2023
Karnataka Monsoon 2023

By ETV Bharat Gujarati Team

Published : Sep 1, 2023, 3:29 PM IST

કર્ણાટક :રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ એન્ટ્રી મારતા આકરી ગરમીથી લોકોને રાહત મળી છે. જોકે ભારે વરસાદના કારણે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગુરુવારે બેંગલોર, મંડ્યા અને રામનગરામાં વરસાદ પડ્યો હતો. ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે મેજેસ્ટીક, ગાંધી નગર, કે.આર. સર્કલ, નિગમ સહિત અનેક સ્થળોએ વાહનવ્યવહાર થંભી ગયો હતો. ભારે ટ્રાફિકના કારણે વાહનચાલકો પણ અટવાયા હતા. અચાનક પડેલા વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહનચાલકો ખાડાઓથી ભયભીત બન્યા હતા. માત્ર બેંગલોરમાં જ નહીં પરંતુ મંડ્યા અને રામનગર સહિત અન્ય સ્થળોએ પણ વરસાદ પડ્યો છે.

એરપોર્ટ રોડ જળબંબાકાર :એક કલાકથી વધુ સતત મુશળધાર વરસાદને કારણે કેમ્પેગૌડા એરપોર્ટ રોડ પર ત્રણ ફૂટથી વધુ પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે કેટલાય કિલોમીટર સુધી ટ્રાફિક સર્જાયો હતો. કેટલીક જગ્યાએ ટુ-વ્હીલર ચાલકો રસ્તા વચ્ચે જ ફસાઈ ગયા હતા.

માંડ્યામાં ભારે વરસાદ : એક તરફ વરસાદના અભાવના કારણે કૃષ્ણરાજસાગર ડેમમાં પાણીની આવક ઘટી છે. બીજી તરફ પાણીની અછત હોવા છતાં ખેડૂતોના વિરોધ વચ્ચે કાવેરીનું પાણી તમિલનાડુમાં છોડવામાં આવ્યું હતું. પાણી છોડવાના વિરોધમાં મેલુકોટના ધારાસભ્ય દર્શન પુટ્ટનૈયાના નેતૃત્વમાં ચોવીસ કલાક વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યો છે. આ સમયે સમગ્ર માંડ્યા જિલ્લામાં વરસાદ પડ્યો હતો.

ટ્રાફિક જામ :મુશળધાર વરસાદને કારણે તમામ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. દાસપથ હાઈવે પર વાહનોની કતાર લાગી ગઈ હતી. મદ્દુરમાં વરસાદને કારણે બેંગલોર-મૈસુર નેશનલ હાઈવે પર વાહનોની કતાર લાગી છે. મદુર બાયપાસ પર બે કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો લાગી હતી. ઉલ્લેખનિય છે કે, 50થી વધુ વાહનો રસ્તો જોયા વગર રોડની બાજુમાં ઉભા જોવા મળ્યા હતા. એક કલાકથી વધુ સતત વરસાદ પડ્યો હતો, જેના કારણે વાહનચાલકો પણ ચિંતામાં મૂકાયા હતા. બેંગલોર-મૈસુર એક્સપ્રેસ વે પર પૂરના કારણે વાહન વ્યવહાર ખોરવાઇ ગયો છે.

  1. વલસાડ હાઈવે પર ઝાલોરથી બેંગલોર જતી ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 20 થી વધુ લોકો ઘાયલ
  2. Karnataka News: ડીકે શિવકુમાર કર્ણાટક વિધાનસભાના પરિસરમાં પ્રવેશતા પહેલા ટેકવ્યું માથું

ABOUT THE AUTHOR

...view details