બેંગલુરુ : કર્ણાટકના અમલદારશાહી વર્તુળોમાં રવિવારે એક મોટો ઝટકો લાગ્યો, IPS અધિકારી ડી રૂપા મૌદગીલ અને IAS અધિકારી રોહિણી સિંધુરી વચ્ચેનો વિવાદ ખુલ્લેઆમ બહાર આવ્યો. IPS મૌદગીલે રોહિણી સિંધુરી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યાના એક દિવસ બાદ, તેણે કેટલીક તસવીરો જાહેર કરી, જેમાં રૂપા મૌદગીલે દાવો કર્યો છે કે, આ તસવીરો સિંધુરી દ્વારા 3 પુરુષ IAS અધિકારીઓને મોકલવામાં આવી હતી. રૂપા મુદગીલે શનિવારે સિંધુરી પર ભ્રષ્ટાચારના 19 આરોપો લગાવ્યા હતા.
રોહિણી સિંધુરીનું નિવેદન :ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર અનુસાર રોહિણી સિંધુરીએ રવિવારે આપેલા એક નિવેદનમાં કહ્યું હતું કે, રૂપા મૌદગિલ તેમની વિરુદ્ધ 'ખોટી અને અંગત નિંદા અભિયાન' ચલાવી રહી છે, જે તેમની કામ કરવાની રીત છે. રોહિણી સિંધુરીએ કહ્યું કે, 'હું ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળના ગુનાઓ માટે તેણીની કાર્યવાહી માટે યોગ્ય અધિકારીઓ સાથે કાનૂની કાર્યવાહી કરીશ.
આ પણ વાંચો :Delhi Tribal Festival: દિલ્હીમાં 100 રૂપિયામાં વેચાઈ રહી છે કીડીની ચટણી, જાણો તેની પાછળનું કારણ