નવી દિલ્હી : કર્ણાટકમાં હિજાબ (Hijab Controversy In Karnataka) પરના પ્રતિબંધને લઈને સુપ્રીમ કોર્ટની મોટી બેંચ પોતાનો ચુકાદો આપશે. શાળામાં હિજાબ પર પ્રતિબંધ (Hijab Ban In School) યોગ્ય છે કે ખોટો તેના પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવવાનો હતો, પરંતુ બંને ન્યાયાધીશોએ અલગ-અલગ ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ હેમંત ગુપ્તા અને સુધાંશુ ધુલિયાની બેન્ચે અલગ અલગ મંતવ્યો આપ્યા હતા. 10 દિવસ સુધી બંને પક્ષોને સાંભળ્યા બાદ તેમણે 22 સપ્ટેમ્બરે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
Hijab Controversy : શું છે હિજાબ વિવાદ, જેને લઇને થઇ રહ્યા છે વિવાદો - શાળામાં હિજાબ પર પ્રતિબંધ
શાળામાં હિજાબ પર પ્રતિબંધ (Hijab Ban In School) યોગ્ય છે કે ખોટો તે અંગે સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો સંભળાવવાની હતી, પરંતુ બે ન્યાયાધીશોના અલગ-અલગ નિર્ણયોએ આ મામલો ફરી ઘેર્યો છે. જાણો શું છે કર્ણાટકનો હિજાબ વિવાદ (Hijab Controversy In Karnataka) જેના કારણે દેશભરમાં હલચલ મચી ગઈ છે. હિજાબ વિવાદ વિશે જાણો.
હિજાબનો વિવાદ ક્યારે થયો હતો શરૂ : હિજાબનો વિવાદ (Hijab Controversy) ડિસેમ્બર 2021 અને જાન્યુઆરીમાં શરૂ થયો હતો. કર્ણાટકના ઉડુપીની એક સરકારી કોલેજમાં 6 વિદ્યાર્થીનીઓએ હિજાબ પહેરીને કોલેજમાં પ્રવેશ લીધો હતો. કોલેજ પ્રશાસને વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવાની મનાઈ ફરમાવી હતી, પરંતુ તેમ છતાં તેઓ તેને પહેરીને આવી હતી. આ પછી યુવતીઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને કોલેજ પ્રશાસન સામે વિરોધ નોંધાવ્યો હતો.
આખા દેશમાં શરૂ થઈ ગયો હતો હિજાબ વિવાદ :હિજાબને લઈને કર્ણાટકથી લઈને આખા દેશમાં વિવાદ શરૂ થઈ ગયો હતો. હિજાબના સમર્થનમાં અને વિરોધમાં શાળાઓમાં દેખાવો યોજાયા હતા. 5 ફેબ્રુઆરીએ કર્ણાટક સરકારે શાળાઓ અને કોલેજોમાં યુનિફોર્મ ફરજિયાત કરવાનો નિર્ણય લીધો હતો. આ અંતર્ગત સરકારી શાળાઓ અને કોલેજોમાં નિયત યુનિફોર્મ પહેરવામાં આવશે, ખાનગી શાળાઓ પણ પોતાનો યુનિફોર્મ પસંદ કરી શકશે.