હુબલીઃ કર્ણાટકની કેટલીક શાળાઓમાં હિજાબ (ઈસ્લામિક સ્કાર્ફ)નો વિવાદ (karnataka hijab controversy) અટકવાનું નામ નથી લઈ રહ્યો. દરમિયાન, શ્રી રામ સેનાના વડા પ્રમોદ મુથાલિકે ( Sriram Sena chief Pramod Muthalik) કહ્યું કે, જેઓ હિજાબ પહેરવાનો આગ્રહ રાખે છે, યુનિફોર્મની અવગણના તેમની 'આતંકવાદી માનસિકતા' દર્શાવે છે. આવી વિદ્યાર્થીનીઓને શાળામાંથી કાઢી મુકવી જોઈએ.
આ શાળા છે કે, તમારું ધાર્મિક કેન્દ્ર?
તેમણે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે "આ કટ્ટરતા તેમને (વિદ્યાર્થીઓને) આતંકવાદી સ્તરે લઈ જવાની માનસિકતા ધરાવે છે. હમણા તે હિજાબ કહે છે, પછી તે બુરખો માંગશે, પછી તે નમાઝ અને મસ્જિદનો પણ આગ્રહ કરશે. આ શાળા છે કે, તમારું ધાર્મિક કેન્દ્ર?' તેમણે સરકારને આ મુદ્દા પર કોઈ જાહેર ચર્ચા ન થવા દેવા અને તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું હતું. મુતાલિકે કહ્યું, 'આ માનસિકતા સૌથી ખતરનાક છે. હું શું કહું છું કે, જાહેર ચર્ચાની તક આપ્યા વિના, તેમને (હિજાબ માંગતી છોકરીઓ)ને ટ્રાન્સફર સર્ટિફિકેટ (Transfer certificate) આપીને બહાર ફેંકી દેવા જોઈએ.' નેતાએ કહ્યું કે, સ્કૂલ મેનેજમેન્ટે કડકાઈથી છોકરીઓને કહેવું જોઈએ કે, હિજાબ પહેરીને સ્કૂલમાં આવવાની જરૂર નથી.
યુનિફોર્મ એટલે એકરૂપતા
મુતાલિકે કહ્યું કે યુનિફોર્મ એટલે એકરૂપતા અને સમાનતા. ડ્રેસ કોડ એટલા માટે લાવવામાં આવ્યો છે કે ,ઉચ્ચ અને નીચલી જાતિ અથવા ધાર્મિક ઓળખનું પ્રદર્શન ન થાય. તેણે કહ્યું, 'તમે ઘરે જે પણ કરવા માંગો છો તે કરવાની તમને સ્વતંત્રતા છે, પરંતુ એકવાર તમે શાળામાં પ્રવેશ્યા પછી તમારે તમારી શાળાના નિયમોનું પાલન કરવું પડશે.'