ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Karnataka hijab row : કર્ણાટક હિજાબ વિવાદ જશે સુપ્રીમ કોર્ટમાં - Karnataka hijab row

કર્ણાટક હાઈકોર્ટે (Karnataka High Court) શિક્ષણ સંસ્થાઓમાં હિજાબ (Hijab controversy In Karnataka) પરના પ્રતિબંધને પડકારતી વિવિધ અરજીઓને (Hijab Row Verdict) ફગાવી દીધી છે. કર્ણાટક હાઈકોર્ટે કહ્યું કે, હિજાબ પહેરવું એ ઈસ્લામની આવશ્યક ધાર્મિક પ્રથા નથી. કર્ણાટક હિજાબ વિવાદ સુપ્રીમ કોર્ટમાં જશે.

Hijab Row Verdict : કર્ણાટક હાઈકોર્ટે હિજાબ અંગેની અરજી ફગાવી, કહ્યું - "હિજાબ ઈસ્લામની આવશ્યક ધાર્મિક પ્રથા નથી"
Hijab Row Verdict : કર્ણાટક હાઈકોર્ટે હિજાબ અંગેની અરજી ફગાવી, કહ્યું - "હિજાબ ઈસ્લામની આવશ્યક ધાર્મિક પ્રથા નથી"

By

Published : Mar 15, 2022, 10:41 AM IST

Updated : Mar 15, 2022, 1:36 PM IST

બેંગલુરુ: મુખ્ય ન્યાયાધીશ ઋતુરાજ અવસ્થીની આગેવાની હેઠળની કર્ણાટક હાઈકોર્ટની (Karnataka High Court) બેન્ચે આજે મંગળવારે હિજાબ(Hijab controversy In Karnataka) મુદ્દે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. કર્ણાટક હાઈકોર્ટે શિક્ષણ સંસ્થાઓમાં હિજાબ પરના પ્રતિબંધને પડકારતી વિવિધ અરજીઓને (Hijab Row Verdict) ફગાવી દીધી છે. આ મામલે કર્ણાટક હાઈકોર્ટે કહ્યું કે, હિજાબ પહેરવું એ ઈસ્લામની આવશ્યક ધાર્મિક પ્રથા નથી. આ ઉપરાંત કર્નાટક હાઇકોર્ટે કહ્યું કે, 5 ફેબ્રુઆરીના સરકારી આદેશને અમાન્ય કરવા માટે કોઈ કેસ કરવામાં આવ્યો નથી. હિજાબ કેસ પર હાઈકોર્ટના નિર્ણયને ધ્યાનમાં રાખીને બેંગ્લોરમાં એક સપ્તાહ માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે. કર્ણાટક હિજાબ વિવાદ સુપ્રીમ કોર્ટમાં જશે.

આ પણ વાંચો:મુસ્લિમ છોકરીઓએ હિજાબ બાબતે કોર્ટ પાસે શું કરી માંગ, જાણો...

હિંદુ વિદ્યાર્થીનીઓ ભગવા શાલ પહેરીને કોલેજમાં આવી :ઉડુપી પ્રિ-યુનિવર્સિટી કોલેજની 6 વિદ્યાર્થીનીઓને હિજાબ (Hijab controversy In Karnataka) પહેરીને ક્લાસમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થિનીઓએ તેનો વિરોધ શરૂ કર્યો અને વિરોધ અન્ય જિલ્લાઓમાં પણ ફેલાઈ ગયો હતો. આ એક મોટો વિવાદ બની ગયો હતો અને તણાવ પણ ઉભો થયો હતો કારણ કે, કેટલીક હિંદુ વિદ્યાર્થીનીઓ ભગવા શાલ પહેરીને કોલેજમાં આવી હતી.

વિદ્યાર્થિનીઓ હાઈકોર્ટમાં માગ કરી :વિદ્યાર્થિનીઓ હાઈકોર્ટમાં ગઈ હતી અને માગ કરી હતી કે, તેમને હિજાબ (Hijab controversy In Karnataka) પહેરીને ક્લાસરૂમમાં જવા દેવામાં આવે. જ્યારે હાઈકોર્ટે વચગાળાનો આદેશ જારી કર્યો હતો કે શાળાઓ અને કોલેજોમાં હિજાબ અથવા કેસરી શાલ પહેરવાની મંજૂરી આપી શકાતી નથી, ત્યારે અરજદારોએ તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જો કે, સર્વોચ્ચ અદાલતે આ મામલાની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને અરજીકર્તાઓને હાઇકોર્ટમાંથી જ રાહત મેળવવા કહ્યું હતું.

આ પણ વાંચો:હિજાબ વિવાદમાં સામેલ મુસ્લિમ દેશોની સંસ્થા OIC આપ્યું નિવેદન, જાણો શું કહ્યું....

જાહેર વ્યવસ્થા જાળવવા માટે પ્રતિબંધિત આદેશો કર્યા જારી :બેંગલુરુના પોલીસ કમિશ્નર કમલ પંતે સોમવારે પ્રતિબંધિત આદેશ જારી કરીને 21 માર્ચ સુધી કોઈપણ જાહેર સ્થળે કોઈપણ પ્રકારના મેળાવડા, પ્રદર્શન અને મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો હતો. શહેરમાં 15 માર્ચથી 21 માર્ચ વચ્ચે 7 દિવસ માટે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ મુદ્દામાં શાળાઓ અને કોલેજોમાં ગણવેશ અને તેના અમલીકરણ અંગેના નિયમોનો સમાવેશ થતો હોવાથી, ચુકાદો જાહેર થયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓને નકારી શકાય નહીં. પોલીસ કમિશ્નરે તેમના આદેશમાં જણાવ્યું હતું કે, શહેરમાં જાહેર વ્યવસ્થા જાળવવા માટે પ્રતિબંધિત આદેશો જારી કરવા યોગ્ય છે.

Last Updated : Mar 15, 2022, 1:36 PM IST

ABOUT THE AUTHOR

...view details